________________
શબ્દથી વાચ્ય છે. (બોલાય છે) આજ અવસ્થા રાગાદિ વગરની તેમજ આત્માના સત્યસ્વરૂપરૂપે જાણવી. અવિદ્યા - અન્ય શાસ્ત્રમાં જે અજ્ઞાન અર્થમાં પ્રસિદ્ધ છે. / ૨ / अस्यामेवावस्थायां तन्त्रान्तरोक्तमन्यदपि संवादयन्नाह ||
वैशेषिकगुणरहितः पुरुषोऽस्यामेव भवति तत्त्वेन ।
विध्यातदीपकल्पस्य हन्त जात्यन्तराप्राप्तेः ॥ ३ ॥ विशेषे भवा वैशेषिकास्ते च ते गुणाश्च बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नास्तै रहितः पुरुषोऽस्यामेवावस्थायां भवति तत्त्वेन-परमार्थेन, तेनाखण्डशुद्धज्ञानसुखाद्यन्वय्यात्मद्रव्यरूपाप्यशुद्धज्ञानाद्यभावरूपा मुक्तिः सिद्धा, न तु सर्वथाभावरूपा बौद्धाभिमता, विध्यातदीपेन कल्पस्य सर्वथा तुच्छरूपस्यात्मनो हन्तेति प्रत्यवधारणे जात्यन्तरस्य - ‘दोषवतः सतोऽदोषवत्त्वस्याપ્રાપ્તઃ |
આ અવસ્થા વિષે અન્ય દર્શનના શાસ્ત્રમાં જે બીજું કહ્યું છે તેનો સમન્વય કરતાં ગ્રંથકાર કહે છે....
ગાથાર્થ :- આ જ અવસ્થામાં પુરુષ (આત્મા) પરમાર્થથી વૈશેષિકે માનેલા ગુણો (બુધ્ધિ સુખ દુઃખ ઈચ્છા દ્વેષ પ્રયત્ન) વગરનો થાય છે. પરંતુ આ અવસ્થામાં આત્મા બુઝાઈ ગયેલા દીવા સરખો સર્વથા અસત બનતો નથી. કારણકે અસતમાં દોષવાળાથી ભિન્ન “અદોષવત્ત્વ” રૂપ અન્ય જાતિની પ્રાપ્તિ સંભવી શકતી નથી.
વિશેષાર્થ :- આ અવસ્થામાં આત્મા અશુદ્ધ જ્ઞાનાદિ ગુણોથી રહિત બને છે. તેથી અખંડ શુદ્ધ સુખ વિ. માં અન્વય પામનાર આત્મદ્રવ્યરૂપ મોક્ષ અશુદ્ધજ્ઞાનાદિના અભાવવાળો છે એ સિદ્ધ થયું.
પરંતુ દીવો બુઝાઈ જતાં કશે પણ જતો નથી પરંતુ સર્વથા અસત બને છે, તેમ રાગાદિથી છૂટો પડેલો દોષ વગરનો શુદ્ધ આત્મા સર્વથા તુચ્છ બની જાય છે. તેજ મુક્તિ છે. એવું જે બૌદ્ધો માને છે. તે વાત બરાબર નથી. કારણ કે ગધેડાના શિંગડામાં કોઈપણ જાતની જાતિ સંભવી શકતી નથી. તેમ સંસારી આત્મા દોષવાળો હોવાથી તેમાં
S
શ્રીષોડશક પ્રકરણ-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org