________________
: ૩૭૬
૧૯ તપવિધિ—પંચાશક
ગાથા ૨૬
રોહિણી, અંબા, મંદપુયિકા, સર્વ સંપત્, સર્વસૌખ્યા, મૃતદેવતા, શાંતિદેવતા, કાલી, સિદ્ધાયિકા આ નવ દેવતા છે. (૨૪)
આ નવ વગેરે દેવતાની આરાધના માટે જે વિવિધ તપ જુદા જુદા દેશમાં પ્રસિદ્ધ છે, તે બધા તપ છે. તેમાં રેવિણ તપમાં સાત વર્ષ અને સાત મહિના સુધી રોહિણી નક્ષત્રના દિવસે ઉપવાસ કરે અને વાસુપૂજિનની પ્રતિમાની પ્રતિષ્ઠા અને પૂજા કરવી અંબા તપમાં પાંચ પાંચમમાં એકાસણું વગેરે તપ કરે અને નેમિનાથ ભગવાનની તથા અંબિકા દેવીની પૂજા કરવી. મૃતદેવતા તપમાં અગિયાર અગિયારમાં ઉપવાસ, મૌનવ્રત અને શ્રુતદેવતાની પૂજા કરવી. બાકીના તપો રૂઢિ પ્રમાણે જાણી લેવા. (૨૫)
તપનું સ્વરૂપ:जत्थ कसायणिरोहो, बभं जिणपूयणं अणसणं च । सो सव्वो चेव तवो, विसेसओ सुद्धलोयंमि ॥ २६ ॥
જે તપમાં કષાયને નિરોધ થાય, બ્રહ્મચર્યનું પાલન થાય, જિનપૂજા અને ભજનો ત્યાગ થાય તે સર્વ તપ છે, તે સર્વ મુઘલોકોમાં વિશેષરૂપે તપ છે. પહેલીવાર તપમાં પ્રવૃત્તિ કરનાર મુશ્કેલેક અભ્યાસના કારણે કર્મક્ષય માટે પણ તપમાં પ્રવૃત્તિ કરે, તે શરૂઆતથી જ મોક્ષ માટે પ્રવૃત્તિ કરવા સમર્થ બનતું નથી. કારણ કે અજ્ઞાન છે મોક્ષ વગેરેના યથાર્થ જ્ઞાનથી રહિત છે. જ્યારે સદબુદ્ધિ જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org