________________
ગાથા ૪૬ ૧૫ આલોચનાવિધિ-પંચાશક : ૨૪૧ :
કહ્યું કે:- મેં અજ્ઞાનતાથી પરસ્ત્રીનું સેવન કર્યું છે. મારા તે પાપની શુદ્ધિ કરો. તેના ભાવની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણે કહ્યું કે હે બ્રાહ્મણપુત્ર! ખીલેલા કેસુડાના કુલ જેવી તપેલી સ્ત્રીના આકારની લોઢાની પૂતળીનું આલિંગન કર. કારણ કે આ અપરાધમાં આ સિવાય બીજું પ્રાયશ્ચિત્ત નથી. પાપથી ભય પામેલા તેણે આ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર્યો. આથી બ્રાહ્મણે તેના ભાવને (આને સાચો પશ્ચાત્તાપ થયો છે એ ભાવને જાણીને આ સિવાય બીજું પ્રાયશ્ચિત્ત આપ્યું.
અથવા (બીજી રીતે) બ્રાહ્મણનું દષ્ટાંત આ પ્રમાણે છેવેદના અર્થોમાં કુશળ કોઈક બ્રાહ્મણ હતા. પોતે માનેલાં શાસ્ત્રોથી થયેલા બેધથી તે ધર્મ કરવા માટે તાપસ બન્યા. હવે તે તાપસ આશ્રમમાં રહીને તપ કરે છે, કંદમૂલનું ભક્ષણ કરે છે, અત્યંત કષ્ટમય અનુષ્ઠાન કરે છે. એક વખત સ્નાન આદિ માટે નદીના કાંઠે ગયેલા તેણે માછીમારોને મસ્યામાંસનું ભક્ષણ કરતા જોયા. આથી તેને મર્યમાંસ ખાવાની ઈચ્છા થઈ. માછીમારો પાસે મસ્યામાંસ માગીને ખાધું. તેનું અજીર્ણ થવાથી ઉગ્ર જવર રોગ થયો. તેની ચિકિત્સા માટે તેણે વૈદ્યને બોલાવ્યો. વિઘે તેને તે શું ખાધું છે? એમ પૂછ્યું. શરમથી તેણે કહ્યું : કંદમૂલ અને ફલને આહાર કરનારા તાપસે જે ખાય છે તે મેં ખાધું છે. તેણે માંસભક્ષણની વાત કરી નહિ. વૈદ્ય તેના કહેવા મુજબ વાયુના વિકારથી તાવ આવેલો છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org