________________
ગાથા ૨૦
૧ શ્રાવકધર્મ-પંચાશક
-
-
-
-
-
(૫) ઋતિ-અંતર્ધાન – કરેલું દિશાનું પરિમાણ ભૂલી જવું તે સ્મૃતિ-અંતર્ધાન. કઈ પૂર્વ દિશામાં સે યોજના પરિમાણ કરે. પછી જવાના સમયે ભૂલી જાય કે મેં સે
જનનું પરિમાણ કર્યું છે કે પચાસ યોજનાનું? આવી સ્થિતિમાં તે પચાસ એજન ઉપર જાય તો વ્રતસાપેક્ષ હાવાથી અતિચાર લાગે. સો જન ઉપર જાય તે વ્રતભંગ થાય.
અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છેઃ- ઉપરની દિશામાં જે પ્રમાણ કર્યું હોય તેનાથી વધારે દૂર પર્વતના શિખર ઉપર કે વૃક્ષ ઉપર વાંદરે કે પક્ષી વસ્ત્ર કે આભૂષણ લઈને જાય તે ત્યાં ન જઈ શકાય. જે તે વસ્તુ (વસ્ત્ર કે આભૂષણ) પડી જાય કે બીજે કઈ લઈ આવે તે લઈ શકાય. અષ્ટાપદ, ગિરનાર વગેરે પર્વતમાં આવું બને. એ જ પ્રમાણે નીચે કૂવા વગેરેમાં પણ સમજવું. તથા તિછી દિશામાં જે પ્રમાણ લીધું હોય તેનું મન-વચન-કાયાથી ઉલ્લંઘન નહિ કરવું, તથા એક દિશામાંથી બીજી દિશામાં ઉમેરીને ક્ષેત્રવૃદ્ધિ નહિ કરવી જોઈએ. તે આ પ્રમાણે - કરિયાણું લઈને પૂર્વ દિશા તરફ પરિમાણ લીધું હોય ત્યાં સુધી જાય. પણ ત્યાં સુધીમાં કરિયાણું વેચાયું નહિ, આગળ જાય તે કરિયાણું વેચાય. આથી પશ્ચિમ દિશામાં જેટલા ગાઉ છૂટા હોય તે પૂર્વ દિશામાં ઉમેરી દે. આમ કરવાથી અતિચાર લાગે. જે અજાણતાં પરિમાણનું ઉલંઘન થઈ જાય તે ખ્યાલ આવે એટલે તુરત ત્યાંથી પાછા ફરવું જોઈએ, અથવા આગળ ન વધવું જોઈએ, અને બીજાને પણ નહિ મકલ જોઈએ. મોકલ્યા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org