________________
: પ૨૪ : ૧૦ ઉપસાકપ્રતિમાવિધિ—પંચાશક ગાથા-૭
રતાં અગિયાર પ્રતિમાઓમાં સમુદિત કાળ સાડા પાંચ વર્ષ થાય * છે (૬). | દર્શનપ્રતિમાને શરીર અર્થ કેમ કર્યો તેનું સમાધાન :बोंदी य एत्थ पडिमा, विसिद्वगुणजीवलोगओ भणिया । ता एरिसगुणजोगा, सुहो उ सो खावणथत्ति ॥ ७ ॥
પ્રશ્ન :- દશાશ્રુતસ્કંધ આદિમાં પ્રતિમાશબ્દને અભિગ્રહ અર્થ કર્યો છે, જ્યારે અહીં (બીજી ગાથામાં દર્શન પ્રતિમાની વ્યાખ્યામાં) પ્રતિમા શબ્દને શરીર અર્થ કર્યો છે. આનું શું કારણ ?
ઉત્તર :- ભાવાભિનંદી જીની અપેક્ષાએ માર્ગાભિમુખ વગેરે જે વિશિષ્ટ ગુણવાળા છે. વિશિષ્ટ ગુણવાળા માર્ગાભિમુખ વગેરેથી દર્શન પ્રતિમાધારી “જિને જે કહ્યું છે તે જ સત્ય છે” એવી શ્રદ્ધાપૂર્વક ગુરુ-દેવની વૈયાવચ્ચનો નિયમ વગેરે ગુણોના કારણે અધિક શુભ છે. આ ગુણો કાયિકરૂપ છે અને કાયાથી વ્યક્ત થાય છે. આથી એ ગુણનું અને ગુણેની અભિવ્યક્તિનું કારણ શરીર હોવાથી અહીં (બીજી ગાથામાં દર્શન પ્રતિમાની વ્યાખ્યામાં ) પ્રતિમા શબ્દને શરીર અર્થ કર્યો છે. (૭).
૪ આ કાળ પ્રસ્તુત પંચાલકમાં નથી કહ્યો, કિંતુ ઉપાસકદશાંગમાં કહ્યો છે તે ખ્યાલમાં રાખવું. અને તેથી દર્શનપ્રતિમાને એક મહિનાને કાળ પણ ઉપાસકદશાંગના આધારે છે, પ્રસ્તુત પંચાશકના આધારે નહિ. પ્રસ્તુત પંચાશકમાં પ્રથમની ચાર પ્રતિમાઓમાં કાળ કહ્યો નથી. પાંચમીથી દરેક પ્રતિમામાં કાળ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org