________________
• પરર : ૧૦ ઉપાસકપ્રતિમવિધિ—પંચારાક ગાથા
છે, નિર્વેદથી સંવેગ પ્રધાને છે અને સંવેગથી પ્રથમ પ્રધાન છે.]
દશાશ્રુતસ્કંધ વગેરેમાં આસ્તિષ્પ ગુણને આશ્રયીને દર્શન પ્રતિમા કહી છે. તે આ પ્રમાણે - પઢમં વારાપદિ पडिवण्णे समणोवासए सव्वधम्मरुई आविभवई, आहियदिट्ठी સાદિયાને પહેલી શ્રાવકપ્રતિમાને સ્વીકાર કરનાર શ્રમણપાસક આજ્ઞા ગ્રાહા અને હેતુ ગ્રાહા એ બધા ધર્મોની રુચિવાળો હોય, આત્મા છે એવી દષ્ટિવાળો હોય............” દશનપ્રતિમાધારી જીવ શુભાનુબંધવાળે અને શંકાદિ અતિચારોથી રહિત હોય છે.
પ્રશ્ન- શુભાનુબંધ એટલે શું?
ઉત્તર :- અહીં શુભ શબ્દથી પ્રશસ્તપરિણામ અને પ્રશસ્ત પરિણામને (કર્મક્ષય વગેરે) ફલ એ બંને વિવક્ષિત છે. અનુબંધ એટલે સતત થવું. પ્રશસ્ત પરિણામ અને તેનું ફળ સતત થાય તે શુભાનુબંધ. દર્શનપ્રતિમાધારીને પ્રશ.. સ્ત પરિણામ અને તેનું ફલ (કર્મક્ષય વગેરે) સતત હેાય છે.
આ પ્રમાણે આ ગ્રંથથી (પંચાશકના દર્શનપ્રતિમા સંબંધી શ્લોકોથી ) જ્યાં સુધી નિરતિચારપણે સમ્યગ્દર્શન રહે ત્યાં સુધી માત્ર સમ્યગ્દર્શનના સ્વીકારરૂપ દર્શનપ્રતિમા છે એમ જણાય છે. જ્યારે ઉપાસકદશાંગ સૂત્રમાં જેમણે પહેલાં સમ્યગ્દર્શન અને (બાર) વતને સ્વીકાર કર્યો છે તેવા આનંદ આદિ શ્રાવકો સંબંધી અગિયાર પ્રતિમાઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org