________________
ગાથા-૮
૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૩૧ :
સાંભળતાં સાંભળતાં ઉપદેશને મનમાં ભાવિત કરવા લાગ્યો. ઉપદેશ સાંભળતાં સાંભળતાં તેની આંખે વિકસ્વર બની જતી હતી, મસ્તક ડે લતું હતું. સાથે સાથે કાન પણ ચલાયમાન થતા હતા, રોમરાજી વિકસ્વર બની જતી હતી. આ રીતે જાણે અમૃત ન હોય તેમ ખૂબ રસપૂર્વક જિનવાણીનું પાન કરતા હતા. જ્યારે બીજાને જિનવાણી રેતીના કોળિયા ચાવવા સમાન નિરસ લાગતી હતી. બંનેને પરસ્પર એક બીજાના ભાવની ખબર પડી ગઈ. દેશનાભૂમિમાંથી ઊઠ્યા પછી બંને પિતાના ઘરે ગયા. ત્યાં એકે કહ્યું – ખરેખર તું જિનવાણીથી ભાવિત બન્યું છે, પણ હું નથી બન્યા. આટલા વખત સુધી આપણે લોકમાં “એકચિત્ત” તરીકે ખ્યાતિ પામેલા છીએ. હમણાં આ વિષયમાં આપણું ચિત્ત જુદું પડી ગયું છે. આનું શું કારણ? બીજાએ કહ્યું - તારી વાત સત્ય છે. મને પણ આ જ વિચાર આવે છે. આ વિષયમાં આપણે કેવલીને પૂછવું જોઈએ. આપણા આ વિષયનો નિર્ણય કેવળી જ કરી શકશે. આથી આપણે તેમની પાસે જઈશું એવો નિર્ણય કરીને બીજા દિવસે બંને ભગવાન પાસે ગયા. આરાધ્ય ભગવાનને વિનયપૂર્વક પિતાને સંશય કહ્યો. ભગવાને કહ્યું :- પૂર્વ ભવમાં એક સાધુની પ્રશંસા કરી અને બીજાએ ન કરી. આથી એકને (સાધુની પ્રશંસા કરનારને) બીજનું સત્ય બોધ રૂપ ફળ મળ્યું. બીજાને બીજ રહિત હોવાથી ફળ ન મળ્યું. આ પ્રમાણે જિનેશ્વરે કહેલી પૂર્વભવની વિગત સાંભળીને એકને ક્ષણવારમાં જાતિ મરણ જ્ઞાન થયું. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org