________________
: ૩૭૪ :
૫ પ્રત્યાખ્યાન–પંચાશક
ગાથા-૪૯
નિષ્ફળ છે. જે આવા નિયમથી પણ લાભ થતો હોય તો હું પણ આવો નિયમ લઉં. એમ મશ્કરીથી મુનિરાજ પાસે “મારે ગાડું ન ખાવું” એ નિયમ લીધે. હવે તે એક દિવસ જંગલમાંથી આવી રહ્યો હતો. તેને ભૂખ સખત લાગી હતી. તેના શરીરે ધૂળ લાગી હતી. આ વખતે એક રાજપુત્રી તેને સામે મળી. રાજપુત્રીને કેઈ કારણસર ગાડાના આકારનું પકવાન્ન પૂર્વે નહિ જે ચેલા બ્રાહ્મણને જમાડવાની બાધા હતી. આથી તે તેવું પકવાન બનાવીને તેવા બ્રાહ્મણની શોધ કરી રહી હતી. આ બ્રાહ્મણ મળી જવાથી તેને ખાવા માટે તે પકવાન આપ્યું. બ્રાહ્મણને ભૂખ ઘણુ લાગી હતી. પણ તેણે જોયું તો તે પકવાન્ન ગાડાના આકારે હોવાથી ગાડું હતું. આથી તેણે વિચાર્યું કે અસંભવિત પણ ક્યારેક સંભવિત બને છે એવું મુનિરાજનું કહેવું સાચું છે. આથી જે વસ્તુની સંભાવના ન હોય તેવી વસ્તુના પણ નિયમથી લાભ જ થાય છે. મારે ગાડું ન ખાવું એ નિયમ છે અને આ પકવાન ગાડાના આકારે હોવાથી ગાડું કહેવાય. આથી મારાથી આ પકવાન્ન ન ખવાય. આમ વિચારી તેણે તેને ત્યાગ કર્યો અને રાજપુત્રીને બધી વિગત કહી. આ બનાવથી બ્રાહ્મણને સાધુવચન પ્રત્યે બહુમાન થયું. આમ ક્યારેક અસંભવિત પણ સંભવિત બની જાય છે. (૪૮) પ્રત્યાખ્યાન નિર્વિષય નથી - ओहेणाविसयं पि हु, ण होइ एयं कहिंचि णियमेण । मिच्छासंसजियकम्मओ तहा सव्वभोगाओ ॥ ४९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org