________________
૩૪૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૧૬-૧૭
તે કારણેથી ત્યાગ કર્યો છે. આથી તિવિહાર આદિ પ્રત્યાખ્યાન કરનારને જેને ત્યાગ નથી કર્યો તેમાં પ્રવૃત્તિ અને જેનો ત્યાગ કર્યો છે તેનાથી નિવૃત્તિ એ બંને વિષે સમભાવ હોય છે. જેમ સાધુને અમુક સ્થાનને છોડીને બીજા સ્થાને જવામાં છોડેલા રથાન પ્રત્યે દ્વેષ નથી અને સ્વીકારેલા સ્થાન પ્રત્યે રાગ નથી, કિંતુ બંને પ્રત્યે સમભાવ છે, તેમ અહીં ત્યાગ કરેલા અને ત્યાગ નહિ કરેલા એ બંને આહાર પ્રત્યે સમભાવ છે. (૧૫) સામાયિકમાં આગાર કેમ નહિ એ પ્રશ્નનું સમાધાન:सामइए आगारा, महल्लतरगे वि णेह पण्णत्ता । . भणिया अप्पतरे वि हु, णवकाराइम्मि तुच्छमिणं ॥ १६ ॥ समभावे चिय तं जं, जायइ सव्वत्थ आवकहियं च । તા તરથ જ શાકભાજી, વત્તા વિભિઃ તુજી તિ | ૭ |
પૂવપક્ષ – સર્વસાવદ્યોગના ત્યાગરૂપ સામાયિકનું પ્રત્યાખ્યાન જીવન પર્યત ત્રિવિધ ત્રિવિધ હેવાથી તપના પ્રત્યાખ્યાનથી મોટું હોવા છતાં તેમાં આગારો નથી કહ્યા, અને નવકારશી આદિનું પ્રત્યાખ્યાન નાનું હોવા છતાં તેમાં આગારો કહ્યા છે એ તુચ્છ છે =યુક્તિયુક્ત નથી. (૧૬)
ઉત્તરપક્ષ – આ યુક્તિયુક્ત છે. તે આ પ્રમાણે – સામાયિક શત્રુ-મિત્ર વગેરે બધી વસ્તુઓ વિષે સમભાવ આવે ત્યારે જ હોય છે, અને જીવનપર્યત હોય છે. આ બે કારણેથી તેમાં આગારો નથી કહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org