________________
: ૩૨૬ :
૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧
કારણ કે એકાસણું વગેરેના પ્રત્યાખ્યાનમાં આગારો છે. જયારે રાત્રિભોજન વિરમણ વ્રતથી રાત્રિભોજનને “ત્રિવિધ ત્રિવિધે જીવનપર્યત” એમ વિશેષરૂપે નિયમ કર્યો છે, અર્થાત્ તેમાં એકાસણા વગેરેમાં જે આગાર છે તે આગારો નથી. જે સાધુઓને એકાસણું વગેરે પ્રત્યાખ્યાન બીજા દિવસના સૂર્યોદય સુધી, અર્થાત્ એક અહોરાત્ર સુધી, સ્વીકારવામાં આવે તે વધારે આગારોની છૂટ રહે, અને તે ગ્ય નથી.x
હવે ગૃહસ્થ માટે આ વિષયને વિચારીએ. ગૃહસ્થ ત્રણ જાતના હોય છે. (૧) રાત્રિભેજનના નિયમથી રહિત. ( ૨ ) પાણીની છૂટ, દુકાળમાં છૂટ, માંદગીમાં છૂટ... આમ અનેક પ્રકારના આગાર સહિત રાત્રિભજનના નિયમવાળા, ( ૩ ) દુકાળ આદિની છૂટ રહિત ચોવિહાર રાત્રિભેજનના નિયમવાળા. આમાં ત્રીજા પ્રકારના ગૃહસ્થને એકાસણું વગેરે પ્રત્યાખ્યાન દિવસ પૂરતું ( સૂર્યાસ્ત સુધી) જ હોય છે. આવા શ્રાવકોને એકાસણું વગેરે કર્યા પછી દિવસચરિમ પ્રત્યાખ્યાન કરવામાં સાધુને જે લાભ થાય તે લાભ થાય. પહેલા અને બીજા
અહીં પચાશકની ટીકામાં મત વૈરાનાદિ...અત્યાચાતત્વાર્ એ પાઠ અને તેની આગળ પાછળના પાઠથી નીકળતે ભાવાર્થ લખ્યો છે. તેમાં મત પવ શબ્દને તાત્પર્ય એકાસણું વગેરેમાં અધિક આગાર છે એમ છે. જયારે રાત્રિભોજન આગાર રહિત છે. વિરોષતઃ ત્રિવિધ ત્રિવિન એ શબ્દોથી રાત્રિભોજન આગાર રહિત છે એમ કહેવાનો આશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org