________________
ગાથા-૮થી૧૧
૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૧૯ :
નિયમભંગ ન થાય. કારણ કે ધેલો આહાર પરાઠવવામાં સાધુને બહુ દોષ લાગે, અને આગમાનુસાર અપવાદથી વાપરવામાં આવે તો લાભ થાય.
(૫) એકઠાણ – આમાં એક અને સ્થાન એ બે શબ્દો છે. એક જ સ્થાને બેશીને ભોજન કરવું તે એકઠાણ. આને ચાલુ ભાષામાં એકલઠાણું કહેવામાં આવે છે. આમાં સારUrvasi વિના એકાસણાના સાત આગારો છે. આમાં સરપviારેલું આગાર ન હોવાથી પગ પહોળા કરવા વગેરે થઈ શકે નહિ, અર્થાત્ આમાં પલાંઠી વાળીને જ બેસવાનું હોય છે, તથા શરીરનું એક હાથ અને મુખ સિવાય બીજું કોઈ અંગ જરા પણ ન હાલવું જોઈએ.
[પ્રશ્ન:- એકાસણ અને એકલઠાણમાં શે ભેદ છે ?
ઉત્તર- એ બેમાં રીતે ભેદ છે. એકાસણામાં બેઠક સિવાય શરીરના બધાં અંગો હલાવવાની જરૂર પડે તો છૂટ છે. જ્યારે એકઠાણમાં એક હાથ અને મુખ સિવાય કઈ અંગ હલાવી શકાય નહિ. (૨) એકાસણું તિવિહાર પણ થઈ શકે છે. જ્યારે એકઠાણ ચોવિહાર જ થાય.
(૬) આયંબિલ – આમાં આચામ અને અમ્લ એ બે શબ્દ છે. આચામ એટલે ઓસામણ. અસ્ત એટલે ખાટ રસ. જેમાં ભાત, અડદ, સાથવા આદિની સાથે સાધન તરીકે ઓસામણ અને ખાટો રસ એ બે પદાર્થો વાપરવામાં આવે તે આયંબિલ. આ આયંબિલ શબ્દનો માત્ર શબ્દાર્થ છે. તેનો ભાવાર્થ તે સામાચારી પ્રમાણે જે રીતે આયંબિલ કરવામાં આવે છે તે રીતે સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org