SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૧૦ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી૧૧ ૮ થી ૧૧ એ ચાર ગાથાઓને વિસ્તૃત ભાવાર્થ નીચે પ્રમાણે છે. પ્રત્યાખ્યાનને તથા આગારોને અર્થ– (૧) નવકારશી:- નવકારશી એટલે સૂર્યોદયથી બે ઘડી સુધી અને નવકાર ન ગણાય ત્યાં સુધી આહારનો ત્યાગ. અહીં બે ઘડીનો કાળ અને નવકાર પાઠ એ બંને જોઈએ. આથી બે ઘડી પહેલાં નવકાર ગણી લે તો પ્રત્યાખ્યાન પૂરું ન થાય. તથા બે ઘડી પછી પણ જ્યાં સુધી નવકાર ન ગણે ત્યાં સુધી પ્રત્યાખ્યાન પૂરું ન થાય. બે ઘડી પછી નવકાર ગણવાથી નવકારશી પ્રત્યાખ્યાન પૂર્ણ થાય. પ્રશ્ન – નવકારશીના પ્રત્યાખ્યાનમાં નમુaf– માદિત એ પાઠથી નવકાર ગણવાનું વિધાન છે. પણ બે ઘડી (એક મુહૂર્ત) પ્રમાણનું વિધાન નથી. ઉત્તર:- રમણલારહિત શબ્દમાં ક્ષતિ શબ્દ વિશેષણ છે. વિશેષણનું કોઈ વિશેષ્ય હેવું જોઈએ. આથી તેમાં મુહૂર્ત (-બે ઘડી) વિશેષ્ય અધ્યાહાર સમજવું. પ્રશ્ન- સહિત શબ્દ વિશેષણ છે. એનાથી તો કોઈ વિશેષ્ય અધ્યાહાર છે એટલું જ સિદ્ધ થાય છે, મુહૂર્ત જ વિશેષ્ય છે એ શી રીતે સિદ્ધ થાય ? * નવકારશી શબ્દ નમુદિમ-નમાલિત શબ્દને અપભ્રંશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy