________________
ગાથા-૪૬-૪૭
૪ પૂજાવિધિ—પંચાશક : ૧૯૩૯
પૂજા માટે જીવહિંસામાં અપ્રવૃત્તિ એ મૂઢતા છે. નહિ તે, જેનાથી અનેક લાભ થાય છે તેવી જિનપૂજામાં પ્રવૃત્તિ કેમ ન કરે ? - જિનપૂજાથી ગૃહસ્થને થતા લાભે – (૧) ભાવવિશુદ્ધિ. (૨) સમ્યગ્દર્શનાદિગુણોની પ્રાપ્તિ. (૩) પરિણામે ચારિત્રની પ્રાપ્તિથી સંપૂર્ણ જીવહિંસા બંધ. (૪) બીજા જીને ધર્મપ્રાપિત. (૫) પરિણામે સ્વ-પરની મુક્તિ. આમ, જિનપૂજા જીવહિંસારૂપ નહિ, પણ જીવદયારૂપ=અહિંસા રૂપ છે. જીવહિંસાના પરિણામ રહેલા હોવાથી વિશિષ્ટ (સાધુ અવસ્થાની) દયાથી રહિત ગૃહસ્થ જીવદયારૂપ જિનપૂજા ન કરે એમાં મોહ સિવાય બીજું કોઈ કારણ નથી. મોહ જ જિનપૂજાની પ્રવૃત્તિને રોકે છે. (૪૫) મેક્ષાભિલાષીએ પૂજા અવશ્ય કરવી જોઈએ:
सुत्तमणिएण विहिणा, गिहिणा णिवाणमिच्छमाणेण । तम्हा जिणाण पूजा, कायव्वा अप्पमत्तेण । ४६ ॥
પૂજાથી અજયને લાભ ન થવા છતાં પૂજકને લાભ થાય છે, અને જીવહિંસાના બહાને પૂજા નહિ કરવી એ મૂઠતા છે, માટે મોક્ષાભિલાષી ગૃહસ્થ પ્રમાદને ત્યાગ કરીને સૂત્રોત વિધિ મુજબ જિનપૂજા કરવી જોઈએ. (૪૬) પૂજાની મહત્તા –
एकंपि उदगबिंदु, जह पक्खित्तं महासमुद्दम्मि । जायइ अक्खयमेवं, पूया जिणगुणसमुद्देसु ॥४७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org