________________
ગાથા-૪૩
૪ પૂજાવિધિ—પંચાશક
: ૨૯૧ :
કરવામાં આવી છે. આ વ્યવસ્થા ગુણ અને દેષને આશ્રયીને રોગની ચિકિત્સા સમાન છે. જેમ રોગીની યોગ્યતા પ્રમાણે રોગની ચિકિત્સા કરવામાં આવે તે લાભ થાય, અન્યથા નુકશાન થાય, તેમ ધમી જીવની યોગ્યતા પ્રમાણે અનુષ્ઠાને કરવામાં આવે તે લાભ થાય, અન્યથા નુકશાન થાય.”
દ્રવ્યપૂજા ગૃહસ્થને જ લાભ કરે છે, સાધુને નહિ. કારણ કે સાધુ દ્રવ્યપૂજા માટે નાનાદિ કરે તો તેમની પ્રતિજ્ઞાને ભંગ થાય. ગૃહસ્થને દ્રવ્યપૂજા કૂપના ઉદાહરણથી લાભ કરે છે.
કૃ ખોદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલાં થાય છે, શ્રમ-ક્ષુધા-તૃષા વગેરેનું દુઃખ વેઠવું પડે છે, પણ કૃ દાયા પછી તેમાંથી પાણી નીકળતાં – પરને લાભ થાય છે. જેમ કુ ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણમે લાભ થવાથી કૃ દવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજામાં હિંસા થવા છતાં પૂજાથી થતા શુભભાવથી પરિણામે લાભ જ થાય છે. (૪૨) ગૃહસ્થના જિનપૂજનની નિર્દોષતામાં હેતુ
असदारंभपवत्ता, जं च गिही तेण तेसि विण्णेया। तन्निवित्तिफल च्चिय, एसा परिभावणीयमिणं ॥४३॥
ગૃહ માટે જિનપૂજા નિર્દોષ છે. એનું કારણ એ છે કે ગૃહસ્થ ખેતી વગેરે અસઆરંભમાં પ્રવૃત્તિ કરે છે, જ્યારે જિનપૂજાથી એ અસઆરંભથી નિવૃત્તિ થાય છે. જિનપૂજાથી અસદ આરંભથી નિવૃત્તિ કાલાંતરે અને વર્તમાનકાળે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org