________________
ગાથા-૩૩-૩૪
૪ પૂજાવિધિ—પંચાશક
: ૨૮૧ :
સાંભળીને તેનો અમલ ન થાય તો શું કામનું ? માટે મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડ રીતે શુભગુરુના ઉપદેશનું પાલન પણ અનિવાર્ય છે. અહીં અખંડ શબ્દના કાળ અને પ્રમાણ એ બે દ્રષ્ટિએ અર્થ થઈ શકે. કાળની દષ્ટિએ અખંડ એટલે અમુક સમય થાય, અમુક સમય ન થાય એમ નહિ, કિંતુ સતત થાય. પ્રમાણની દૃષ્ટિએ અખંડ એટલે થોડા પ્રમાણમાં થાય એમ નહિ, કિંતુ સંપૂર્ણ થાય. જેમકે- ગુરુના અમુક વચનનું પાલન થાય, અમુક વચનનું પાલન ન થાય એમ નહિ, કિન્તુ પ્રત્યેક વચનનું પાલન થાય.
પ્રશ્ન- મમggટ પદને અન્વય ભવનિર્વેદ આદિ બધા સાથે છે કે શુભ ગુરુવચનસેવા સાથે છે ?
ઉત્તર- બંને સાથે લઈ શકાય. શબ્દાર્થની દષ્ટિએ વિચારીએ તો તેને અન્વય શુભ ગુરુવચનસેવા સાથે છે. કારણ કે ૩UEા શબ્દને પગ સ્ત્રીલિંગમાં છે. જે બધા સાથે તેનો અન્વય હોય તો ભવનિર્વેદાદિ શબ્દો પુલિગ વગેરે જુદા જુદા લિંગમાં હેવાથી નવાજુ ન સ્ત્રીલિંગમાં પ્રયોગ ન થાય. તથા મામધું પદ ૩dહુ પદની પહેલાં હેવાથી તેને અન્વયે પણ તવાવા સાથે કરે ઠીક છે. અથવા સમવન અન્વય ભવનિર્વેદ આદિ બધા સાથે પણ થઈ શકે. કારણ કે તે ક્રિયાવિશેષણ રૂપે છે. હવે ભાવાથંની દૃષ્ટિએ વિચારીએ તો માં અને સવા એ બંનેને અન્વય ભવનિર્વેદ આદિ બધા સાથે છે. કારણ કે શુભ ગુરુ, વચનના પાલનમાં ભવનિર્વેદ આદિ બધા ભાવ આવી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org