________________
': ૨૭૮
૪ પૂજાવિધિ–પંચાશક
ગાથા-૩૩-૩૪
બસદા તેમની પાસે દેવપૂજા, અતિથિભક્તિ, અનુકંપાદાન વગેરે પરલોકમાં હિતકર સારાં કામ કરાવવાં. (૮) તેમને જે પ્રવૃત્તિ (-વ્યવહાર) ન ગમતી હોય તે પ્રવૃત્તિને ત્યાગ કરો અને ગમતી પ્રવૃત્તિ કરવી. અહીં એટલું ખ્યાલમાં રાખવું કે આ વાત ધમ સિવાય છે. અર્થાત્ ગુરુજનને અણગમતું ન કરવામાં અને ગમતું કરવા માં ધર્મને બાધ ન આવે જોઈએ. જે ગુરુજનને અણગમતું ન કરવામાં ધર્મને બાધ કે આવતો હોય (ધર્મથી વંચિત રહેવું પડતું હોય કે અધર્મ (પાપ) થતો હેય) તે અણગમતું પણ કરવું જોઈએ. તેવી રીતે ગુરુજનને ગમતું કરવામાં ધર્મને બાધ આવતો હોય તો ગમતું ન કરવું જોઈએ. અર્થાત્ ધર્મને બાધ ન આવે તેમ ગુરુજનને અનુકૂળ વર્તવું.(૯) ગુરુજનની આસન, શય્યા, પલંગ, વાસણ વગેરે વસ્તુનો ઉપયોગ નહિ કરો જોઈએ. અર્થાત જે વસ્તુ ગુરુજન વાપરતા હોય તે વસ્તુ અન્ય માટે નહિ વાપરવી , જોઈએ. જેમકે માતા જે થાળીમાં જમતા હોય તે થાળીમાં , બીજા કેઈએ નહિ જમવું જોઈએ, તે થાળી માતાના જમવા તે માટે જ અલગ રાખવી જોઈએ (૧૦) માતા આદિના મૃત્યુ પછી તેમના અલંકાર આદિ ધનનો પિતાના માટે ઉપયોગ ન કરતાં તીર્થ સ્થાન વગેરેમાં ધર્મ માટે ઉપયોગ કરવો જોઈએ. (૧૧) માતા આદિની છબી વગેરે બનાવીને તેની પુષ્પ, ધૂપ વગેરેથી પૂજા કરવી જોઈએ. અહીં કેટલાકનું કહેવું છે કે "માતા આદિએ કરાવેલા દેવની મૂર્તિ વગેરેની પુષ્પ, ધૂપ ' વગેરેથી પૂજા કરવી જોઈએ. (૧૨) માતા આદિનું મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org