________________
ગાથા-૯-૧૦ ૪ પૂજાવિધિ—પ'ચાશક
૨ શુચિદ્વાર
જિનપૂજામાં દ્રવ્ય—ભાવ શુદ્ધિઃ
तत्थ सुइणा दुद्दा वि हु, दव्वे पहाएण सुद्धवत्थेण । भावे उ अवत्थोचियविसुद्ध वित्तिप्पहाणेण ॥ ९॥
દ્રવ્યથી અને ભાવથી પવિત્ર મનીને જિનપૂજા કરવી જોઇએ. સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવાં એ દ્રવ્યશુદ્ધિ છે. નીતિથી મેળવેલા ધનથી પૂજા કરવી એ ભાવશુદ્ધિ છે. ભાવથી ન્યાય જ શુદ્ધિ છે. કારણ કે ન્યાય કર્મોંમલના સમૂહને ધાવા માટે પાણી તુલ્ય છે. (૯)
: ૨૫૩ :
જિનપૂજા માટે સ્નાન કરવામાં હિંસા થવા છતાં લાભ—
,
हाणा विजयणाए, आरंभवओ गुणाय नियमेणं । सुभावहेउओ खलु विष्णेयं कूवणाएणं ॥ १० ॥ ખેતી-વેપાર આદિથી સદા પૃથ્વીકાયાદિવાની હિંસારૂપ આરંભમાં પડેલા ગૃહસ્થને જિનપૂજા માટે તનાપૂર્વક સ્નાનાદિ કરવામાં હિંસા થવા છતાં અવશ્ય લાભ થાય છે. કારણ કે જિનપૂજા કરવામાં આવતાં સ્નાનાદિ કાર્યો શુભ ભાવના હેતુ છે.
સ્નાનપૂર્વક જિનપૂજા કરનારા કેટલાક જીવેા જિનપૂજા માટે કરેલા સ્નાન આદિથી શુભભાવના અનુભવ કરે છે. કૂવા ખાદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલાં
: आदिशब्दाद् विलेपनादिपरिग्रहः ।
હા અ॰ ૨ ગા૦ ૩-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org