________________
ગાથા-૮
૪ પૂજાવિધિ—પંચાશક
: ૨૫૧ :
પૂજાને નિયમ એ જ પૂજાને કાળ અને પૂજાના અભિગ્રહનું મહત્વ
ताऽऽसिं अविरोहेणं, आभिग्गहिओ इंहं मओ कालो। तत्थावोच्छिण्णो जं, णिञ्च तकरणभावोत्ति ॥८॥
આથી આજીવિકાને વિરોધ ન આવે તે રીતે જિનપૂજાને અભિગ્રહ કરવો જોઈએ. જિનપૂજામાં આ અભિગ્રહ એ જ પૂજાને કાળ છે. અર્થાત્ દરરોજ જિનપૂજા કર્યા વિના મારે મોઢામાં કંઈ નાખવું નહિ, પાણી પણ પીવું નહિ, અથવા બપોરનું ભેજન કરવું નહિ, અથવા સૂવું નહિ વગેરે કોઈ પણ અભિગ્રહ આજીવિકાને બાધા ન પહોંચે તે રીતે જિનપૂજા માટે કરવો જોઈએ.
પ્રશ્ન - આ રીતે અભિગ્રહ લેવાથી તે પૂજા કરવાની ઈચ્છા ન હોય તો પણ અભિગ્રહને કારણે ગમે ત્યારે પૂજા કરવી પડે. આ રીતે ભાવના વિના પૂજા કરવાથી શું લાભ? કોઈપણ ધર્મક્રિયા ભાવનાથી કરવામાં આવે તે લાભ થાય.
ઉત્તરઅભિગ્રહ લેવાથી દરરોજ પૂજા કરવાનો પરિણામ અભંગ રહે છે. અભંગ પરિણામ અભંગપુણ્યબંધને હેતુ છે. (અભિગ્રહથી મારે નિયમ છે માટે કોઈપણ સંયેગોમાં મારે પૂજા કરવી જ છે આ ભાવ સદા રહે છે. ભાવના વિના કર્યું ત્યારે કહેવાય કે જ્યારે કેઈના બળાત્યારથી કરે. અહીં તે પિતાની ભાવનાથી કરે છે. ભાવના ટકી રહેવાનું કારણ નિયમ છે. નિયમ ન હોય તે મારે કયાં નિયમ છે ? એમ વિચારીને પૂજામાં આળસ આવી ! જાય, પરિણામે પૂજા કરવાના પરિણામ પણ ચાલ્યા જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org