________________
: ૨૪૦ :
૩ રૌત્યવંદનવિધિ—પંચાશક
ગાથા-૪૮
જાય, પણ તેમ નથી. ભવ્ય જીવ પણ ભવ્યત્વને પરિપાક વગેરેથી મોક્ષની નજીક બને છે- થોડા કાળમાં મોક્ષ પામ. નારો બને છે ત્યારે જ પ્રસ્તુત વંદના આદિ મોક્ષનાં સાધનેને પામે છે. પછી મોક્ષનાં સાધનોની સુંદર સાધનાથી થોડા જ કાળમાં મોક્ષ પામે છે. (૪૭) , વિધિ- દ્વેષથી રહિત છ આસન્નભવ્ય છે –
विहिअपओसो जेसि, आसण्णा ते वि सुद्धिपत्तत्ति । खुद्दमिगाणं पुण सुद्धदेसणा सीहणायसमा ॥४८॥
જે જીવોને વિધિ પ્રત્યે દ્વેષ નથી તે જ પણ મિથ્યાત્વમોહની મંદતાથી શુદ્ધિ પામેલા હોવાથી આ સન્નભવ્ય છે. કારણ કે કિલષ્ટ કર્મ યુક્ત જી રૂપ હરણ માટે વિધિને ઉપદેશ સિંહની ગર્જના સમાન છે. અર્થાત્ જેમ હરણને સિહગજેનાથી ત્રાસ થતું હોવાથી તે ગમતી નથી, તેમ કિલષ્ટ કર્મવાળા જીવોને વિધિ પ્રત્યે દ્વેષના કારણે વિધિની દેશના ત્રાસ પમાડનારી હેવાથી ગમતી નથી. કિલષ્ટકર્મવાળા જીવોને મોક્ષમાર્ગ પ્રત્યે રાગ તે ન હોય, કિંતુ મધ્યસ્થતા પણ ન હોય, છેષ જ હેય. આથી જેમને વિધિ પ્રત્યે દ્વેષ નથી તે જ પણ આસન્નભવ્ય છે. આથી એ સિદ્ધ થયું કે ભાવથી વિધિને સેવનારા અને વિધિ પ્રત્યે બહુમાનવાળા છ સુતરાં આસન્નભવ્ય છે. એટલે ભાવથી વિધિનું પાલન, વિધિબહુમાન અને વિધિઅદ્વેષ એ આસન ભવ્ય જીનાં લક્ષણે છે ૪ (૪૮) .
* લલિતવિસ્તરા- ચૈત્યવંદનના અધિકારીનું વર્ણન. ૪ સં. પ્ર. ગા૦ ૩૪૦-૧૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org