________________
૯ ૨૩૨ :
૩ ચિત્યવંદનવિધિપંચાશક ગાથા-૩૮
શુદ્ધ ગણાતું (માવજ ) શુદ્ધ રૂપિયો આપવાથી થતી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિરૂપ જ ફલ વિચારવામાં આવે છે.
જ્યારે મુગ્ધને છેતરવા એ ધર્મશાસ્ત્રથી અશુદ્ધ છે. ચિત્યવંદનના પક્ષમાં– જેમ અશુદ્ધ રૂપિયા વડે બીજાને ઠગવાથી મળતું ફલ વાસ્તવિક ફલ નથી, તેમ અશુદ્ધ ચિત્યવંદન વડે બીજાને ઠગવાથી મળતું ફલ વાસ્તવિક ફલ નથી. અહીં (માવજાદં fજા=) આતમસંબંધી આગમક્ત માક્ષાદિ ફળની વિચારણા કરવામાં આવે છે. ચૈત્યવંદન વડે બીજાને ઠગવાથી મળતું ફલ આત્મસંબંધી નથી, કિન્તુ પુદ્ગલસંબંધી છે. (૩૭) ચૈત્યવંદનની રૂપિયાના પહેલા પ્રકાર સાથે ઘટના – भावेणं वण्णादिहि चेव, (य) सुद्धेहि बंदणा छेया । मोक्खफलचिय एसा, जहोइयगुणा य णियमेणं ॥३८॥
શ્રદ્ધાયુક્ત ભક્તિરૂપ ભાવથી અને સ્પષ્ટ ઉચ્ચાર, વ્યવસ્થિત મુદ્રા આદિ શુદ્ધિથી સહિત વંદના શુદ્ધ છે. (અહીં રૂપિયા સાથે ઘટનામાં દ્રવ્યના સ્થાને આંતરિક ભાવ અને મુદ્રાના સ્થાને સ્પષ્ટ ઉચ્ચાર આદિ બાહ્યવિધિ સમજવી.) આ વંદના અવશ્ય મોક્ષરૂપ ફળને આપનારી છે. અને અવશ્ય યાદિત ગુણવાળી પણ છે.
યાદિત ગુણવાળી એટલે પૂર્વ કહ્યું છે તેવા ગુણવાળી. પૂર્વે ૧૫મી ગાથામાં કહ્યું છે કે– ચેત્યવંદનમાં વિધિની કાળજી રાખવાથી પ્રાયઃ આ લોકમાં પણ ધન-ધાન્યાદિની હાનિ થતી નથી. એટલે શુદ્ધ ચૈત્યવંદન જેમ પ્રધાનપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org