________________
: ૨૨૨ : ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨૯-૩૦
સાયવિશેષને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે. સંસારી જીવને કર્મક્ષયના આશય વિના તેવા અધ્યવસાય વિશેષથી પ્રતિસમય કર્મક્ષય અનાદિકાળથી થઈ રહ્યો છે. માટે આ કરણ પણ અનાદિકાળથી છે, નવું નથી.
ગ્રથિ- ગ્રંથિ એટલે વૃક્ષના મૂળની દુર્ભેદ્ય અને કઠીન ગાંઠ જે દુવ રાગ-દ્વેષને તીવ્ર પરિણામ.
ગ્રંથિદેશઃ- ઉપર આપણે વિચાર્યું કે સંસારી જીવને યથાપ્રવૃત્તિકરણથી અનાદિકાળથી પ્રતિસમય કર્મક્ષય થઈ રહ્યો છે. હવે સંસારી જીને જેમ પ્રતિસમય કર્મક્ષય થાય છે તેમ ન કર્મ બંધ પણ થાય છે. આથી બધા કર્મોનો ક્ષય થઈ જતો નથી. હા, કર્મોમાં વધ-ઘટ અવશ્ય થાય. ક્યારેક કર્મો ઘણું વધી જાય છે, તે ક્યારેક કર્મો ઘણું ઘટી જાય. જ્યારે કર્મક્ષય ઓછા થાય અને ન કર્મબંધ વધારે થાય ત્યારે કર્મો ઘણું વધી જાય. જ્યારે કમક્ષય વધારે થાય અને કર્મબંધ ઓછો થાય ત્યારે કર્મો ઘણી ઘટી જાય. આ પ્રમાણે કર્મો ઓછાં થતાં આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિ ઘટીને કંઈક (પલ્યોપમને અસંખ્યાતમે ભાગ) જૂન એક કડાકેડિ સાગરોપમ જેટલી જ રહે ત્યારે ગ્રંથિને= રાગ-દ્વેષના તીવ્ર પરિણામને ઉદય હોવાથી તે અવસ્થાને શથિદેશ કહે વામાં આવે છે. સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય ત્યારે તે ગ્રંથિને (રાગ-દ્વેષના તીવ્ર પરિણામને) ઉદય હેય જ, કિત ઘટે ત્યારે પણ ઘટતાં ઘટતાં દેશેન એક કેડા સાની સ્થિતિ થાય ત્યાં સુધી ગ્રંથિને ઉદય હોય છે. ત્યારપછી ગ્રંથિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org