________________
ઃ ૨૧૪ :
૩ પૈત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૨૨
-
-
નીકળીને આવી હોવા છતાં આપણને સ્પષ્ટ દેખાતી નથી. છતાં નીકળેલી છે એમ માનવું પડે. કારણ કે મૂળ ઘરના બારણામાંથી નીકળ્યા વિના બીજા ઘરમાં આવે શી રીતે ? જેમ અહીં ઘરના બારણામાંથી નીકળેલી પ્રભા દેખાતી ન હોવા છતાં છે એમ માનવું પડે છે, તેમ છિન (મૂળજવાલાથી છૂટી પડેલી) જવાલા મૂળજવાલા સાથે સંબંધવાળી દેખાતી નથી– છૂટી પડેલી દેખાય છે. પણ તેના પરમાણુઓ રૂપાંતર પામીને ત્યાં અવશ્ય રહેલા હેવાથી છિન્નજવાલા મૂલજવાલા સાથે સંબંધવાળી માનવી પડે છે. જેમ અહીં છૂટી પડેલી જ્વાલાના પરમાણુઓ હોવા છતાં આપણને દેખાતા નથી, તેમ પ્રસ્તુતમાં ચૈત્યવંદનમાં જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન ઉપયોગ હોવા છતાં ઉપગનું પરાવર્તન અતિશય ઝડપથી થતું હોવાથી આપણને એક જ ઉપગ ભાસે છે. +
અથવા ઉમાડિયું ગોળ ભમાવતાં તેની જવાલા ચક્રાકારે દેખાય છે. અહીં જવાલા ચક્રાકારે નથી. જવાલા પોતાના નિયત સ્થાનમાં જ રહેલી હોય છે. છતાં ગોળ ભમાવવામાં એનું સ્થાન બહુ જ જલદી ફરતું જાય છે, એથી અમુક ગોળ વિભાગમાં બધે જવાલા દેખાય છે. તેમ વર્ણથી અર્થમાં અને અર્થ થી વર્ણમાં ઈત્યાદિ રૂપે ભિન્ન ભિન્ન ઉપગ
+ આ વિષય ઉત્પલશતપત્રભેદના દૃષ્ટાંતથી પણ સમજી શકાય છે. કમળના સો પાંદડાની થપીને સોયથી ભેદતાં બધા પાંદડાં એકી સાથે ભેદાઈ ગયા એમ આપણને લાગે છે. પણ વાસ્તવિક તે કમશઃ એક એક પાંદડું ભેદાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org