________________
ગાથા-૨
૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૧૮૧ :
કેટલાક પાંચ નમુસ્કુર્ણથી ઉત્કૃષ્ટ વંદન થાય છે એમ કહે છે. આ રીતે ચૈત્યવંદન ત્રણ પ્રકારે છે. ચિત્યવંદન પાંચ અભિગમ, ત્રણ પ્રદક્ષિણા, પૂજા આદિ વિધિપૂર્વક કરવું જોઈએ.
પ્રશ્ન – આગમગ્રંથોમાં ભાવ અરિહંતને જ ત્રણ પ્રદ ક્ષિણ આપવાનું જણાય છે, જિનપ્રતિમાને નહિ, આથી જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા નહિ આપવી જોઈએ. - ઉત્તર- જો કે આગમગ્રંથોમાં જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા આપવાનું જણાતું નથી, પણ જીવાભિગમની ટીકામાં વિજયદેવના પ્રકરણમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણ આપવાનું જણાવ્યું છે, આથી તેમણે જ રચેલા આ પ્રકરણમાં અમે (-શ્રી અભયદેવસૂરિ મહારાજે) પણ એ કહ્યું છે. તથા શકસ્તવને (નમુત્થણને) પાઠ અને પાંચ અભિગમ ભાવ અરિહંતની ભક્તિરૂપ છે, છતાં તે જિનપ્રતિમામાં ભાવ અરિહંતનું આરોપણ કરીને કરાય છે, તેવી રીતે ત્રણ પ્રદક્ષિણા પણ આપવી જોઈએ. આગામોમાં ભાવ અરિહંતને ત્રણ પ્રદક્ષિણા આપવાનું કહ્યું હોવાથી જે પ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા ન આપી શકાય તે પાંચ અભિગમ પણ આગમમાં ભાવ અરિહંતને ઉદ્દેશીને કહ્યા હોવાથી જિનપ્રતિમા આગળ ન કરી શકાય, જ્યારે પાંચ અભિગમ જિનપ્રતિમા સમક્ષ પણ કરવામાં આવે છે, તથા દીક્ષા આપતી વખતે અને ચોમાસી આદિ પર્વ દિવસમાં જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા આપનારા તે લોકે તે સિવાય
* વર્તમાનમાં પૌષધ આદિમાં જે દેવવંદન થાય છે તે આ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org