________________
ગાથા-૩૦ ૨ જિનદિક્ષાવિધિ—પંચાશક : ૧૬૩ :
“ગુરુભક્તિથી કલ્પતરુ સમાન શ્રુતજ્ઞાન થાય છે. તેનાથી આ લેક અને પરલોકમાં થનારી સર્વ પ્રકારની સંપત્તિ મળે છે.”
આ આત્મનિવેદન જ ઉત્તમ દાનધર્મ છે. બીજી વસ્તુ આપવાથી તે એક જ વસ્તુ આપી શકાય, જ્યારે આત્મનિવેદન કરવાથી તે બધું જ આપ્યું ગણાય. ધર્મએ દાનધર્મ કર જોઈએ. કારણ કે તે મહાન ફળ આપે છે. કહ્યું છે કે
દાનત પીર્તિ સુધાશુગ્રા, ટ્રાનરસમાપુરમાં दानात् कामार्थमोक्षाः स्यु-दर्दानधर्मों वरस्ततः ॥
દાનથી ચંદ્ર જેવી નિમલ કીર્તિ થાય છે, દાનથી ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, દાનથી કામ (-સંસારસુખ), ધન અને મોક્ષ મળે છે. આથી દાનધર્મ શ્રેષ્ઠ છે.” " આ આત્મનિવેદન અતિશય વિશુદ્ધભાવથી કરવું જોઈએ. વિશુદ્ધભાવથી જ કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધમ છે.
આત્મનિવેદનમાં કીર્તિ આદિની અપેક્ષા રાખવાથી ભાવ મલિન બની જાય છે. આથી આત્મનિવેદનમાં કીર્તિ આદિની અપેક્ષા નહિ રાખવી જોઈએ.
પ્રશ્ન- વિશુદ્ધ ભાવ વિના કરેલું આત્મનિવેદન સર્વથા નિષ્ફળ બને છે ? - ઉત્તર- ના, વિશુદ્ધ ભાવ વિના કરેલું આત્મનિવેદન ઉત્કૃષ્ટ દાનધર્મનું (=વિશુદ્ધ ભાવવાળા આત્મનિવેદનનું) બીજ છે. અર્થાત તેમાંથી ભવિષ્યમાં વિશુદ્ધભાવવાળું આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org