________________
: ૧૨૮ :
૧ શ્રાવકધર્મ ૫ચાશક
ગાથા-૪૫
આ રીતે છએ આવશ્યકો શ્રાવકોને હોય છે એમ માનવું જોઈએ. હવે આને બહુ વિસ્તાર કરવાની જરૂર નથી. (૪૪)
(૧૯) પછી જે સાધુઓ વૈયાવચ્ચ આદિ કરીને થાકી ગયા હોવાથી વિશિષ્ટ કારણસર શ્રાવક આદિ દ્વારા શરીરશ્રમ દૂર કરવાની ઇચ્છાવાળા હોય તેમને થાક દૂર કરે.
(૨૦) પછી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરવું, કંઠસ્થ કરેલ પ્રકરણ આદિને પાઠ કર વગેરે ઉચિત વ્યાપાર કર,
(૨૧) પછી પોતાના ઘરે જવું. (૨૨) પછી વિધિપૂર્વક શયન કરવું.
(૨૩) સૂતાં પહેલાં ગુરુ અને દેવનું સ્મરણ કરવું, તેમના ગુણોને યાદ કરવા, કરેલા પ્રત્યાખ્યાનનું સ્મરણ કરવું (ચાર શરણ સ્વીકારવાં, દુષ્કૃતની ગડ કરવી, સુકૃતની અનુમોદના કરવી, સર્વ જીવોને ખમાવવા, અઢાર પાપસ્થાનકોને ત્યાગ કરે, આગાર રાખીને આહાર, પરિગ્રહ, શરીર વગેરેને
એ મુખ્યતયા સાધુઓને પગ દબાવવા આદિ શરીરસેવા કરાવવાની અનુજ્ઞા નથી. પણ તેવું કઈ વિશિષ્ટ કારણ હોય તે છૂટ છે. આથી અહીં “વિશિષ્ટ કારણસર” એમ લખ્યું છે. તેમાં પણ મુખ્યતવા સાધુ પાસે શરીર સેવા કરાવે. તેવા કોઈ કારણે ગૃહસ્થો પાસે પણ કરાવે.
+ અહીં ઘરે જવું એ સ્વતઃ સિદ્ધ હેવાથી ઘરે જવાનું કહેવું વ્યર્થ છે. આથી અહીં ઘરે જઈને સ્વપરિવારને ધર્મદેશના કરવાનું સૂચન કર્યું છે. [શ્રા, કૃ ગા. ૩ ની ટીકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org