________________
ગાથા-૪૫
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૧૧૩ :
પ્રકારની આમરણાદિ ઋદ્ધિ, સર્વ પ્રકારની શરીરની શોભા (કાંતિ), એક બીજા પદાર્થોને પરસ્પર ઉચિત સંયોગ કરવા રૂપ યુક્તિ, (સર્વ પ્રકારનું સિન્ય,) સર્વ પરિવારાદિ સમુદાય ઈત્યાદિ આડંબરથી જિનમંદિરે જવું જોઈએ. આ રીતે ઠાઠમાઠ સાથે જિનમંદિરે જવાથી શાસનપ્રભાવના થાય છે. - જિનમંદિરમાં પ્રવેશ કરવાનો વિધિ આ પ્રમાણે છે – सचित्ताणं दव्याणं विसरणाए, अचित्ताणं दव्याणं अविउसर. णाए, एगसाडिएणं उत्तरासंगेणं, चक्खुफासे अंजलिपग्गहेणं, મur guત્તમા (પ૦ સૂ. ૩૨) “૧ (શરીરની શોભા આદિ માટે રાખેલાં પુષ્પ વગેરે) સચિત્ત દ્રવ્યનો ત્યાગ કર, ૨. (શરીરની શોભા આદિ માટે પહેરેલાં સુવર્ણકાર વગેરે) અચિત્તદ્રવ્યોનો ત્યાગ ન કરે, ૩. પહોળા એક વસ્ત્રનું ઉત્તરાસંગ કરે, ૪. જિનમૂર્તિનાં દર્શન થતાં જ બે હાથ જોડી લલાટે લગાડીને અંજલી કરવી, ૫. ચિત્તની એકાગ્રતા રાખવી, અર્થાત્ જિનદર્શનમાં જ ચિત્ત રાખવું.” આ વિધિથી જિનમંદિરમાં પ્રવેશ કરે.
(૭) જિનમંદિરમાં પુષ્પાદિથી જિનપૂજા રૂપ સત્કાર કરે, (૮) પછી ચિત્યવંદન (કે દેવવંદન) કરે (૯) પછી ગુરુમહારાજ પાસે(વંદન કરીને) પ્રત્યાખ્યાન કર.
(૧૦) પછી ગુરુ મહારાજ પાસે જ આગમતું શ્રવણ કરે, ગુરુમહારાજ પાસે જ આગમ સાંભળવાથી સમ્યગ બેધ થાય છે. સમ્યગ બધથી ધાર્મિક ક્રિયાઓ પણ સમ્યગૂ બને છે. સમ્યમ્ બોધ વિના ધાર્મિક ક્રિયાઓ સભ્ય બનતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org