________________
ગાથા-૨૫
૧ શ્રાવકધર્મ–પંચાશક
S૭ :
જેમાં કુંથુઆ વગેરે જી હોય તેવાં પુછપ વગેરેનો ઉપયોગ નહિ કરવો જોઈએ. આ અતિચાર પ્રમાદાચરણ અનર્થદંડ સંબંધી છે. કારણ કે એ ઈદ્રિના વિષય સંબંધી હેવાથી પ્રમાદરૂપ છે.
અશુભધ્યાનના નિયમમાં અનાભોગ આદિથી અશુભયાન થઈ જાય તે અતિચાર લાગે. ઈરાદાથી કંદર્પ વગેરે કરવામાં આવે તે નિયમભંગ જ થાય. (૨૪) પહેલા શિક્ષાવ્રતનું સ્વરૂપ:
सिक्खावयं तु एत्थं, सामाइयमो तयं तु विण्गेयं । सावज्जेयरजोगाण वज्जणासेवणारूवं ॥ २५ ॥
પહેલું શિક્ષાવ્રત સામાયિક છે. અમુક કાળ સુધી સાવદ્ય (પાપવાળાં) કાચને ત્યાગ કરવો અને નિરવ (પાપરહિત) કાર્યો કરવાં તે સામાયિક છે, અર્થાત્ પાપકાને ત્યાગ કરીને ધર્મ પ્રવૃત્તિ કરવી તે સામાયિક છે.
સમતાને લાભ જેનાથી થાય તે સામાયિક. પ્રતિક્ષણ વૃદ્ધિ પામતા જ્ઞાન-દર્શન ચારિત્રના પર્યાયેથી સમતાનો લાભ થાય છે. આથી સામાયિકમાં દ્વિવિધ-વિવિધ (મન-વચનકાયાથી ન કરવું અને ન કરાવવું એ રીતે) સર્વ પાપનો ત્યાગ કરીને સ્વાધ્યાય આદિ (જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધના કરવી જોઈએ.
સામાયિકમાં જિનપૂજાદિને નિષેધ - કેટલાક માને છે કે સામાયિકમાં જિનમૂર્તિનું પ્રક્ષાલન-પૂજન વગેરે કાર્યો કરવામાં જ નથી. કારણ કે તે કાર્યો નિરવદ્યયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org