________________
દ્વિતીય પ્રકાશ
સાચા-ખેટા દેવની ઓળખ सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः ।
यथास्थितार्थवादी च देवोऽहन परमेश्वरः ॥४॥ ध्यातव्योऽयमुपास्योऽयमयं शरणमिष्यताम् ।
अस्यैव प्रतिपत्तव्यं शासनं चेतनाऽस्ति चेत् ॥५॥ ये स्त्रीशस्त्राक्षसूत्रादिरागाद्यङ्ककलङ्किताः ।
निग्रहानुग्रहपरास्ते देवाः स्युन मुक्तये ॥६॥ नाटयाट्टहाससङ्गीताधुपप्लवविसंस्थुलाः।
लम्भयेयुः पदं शान्तं प्रपन्नान् प्राणिनः कथम् ? ॥७॥
જે સર્વજ્ઞ છે, જેણે રાગાદિ દેશોને જીત્યા છે, જે ત્રણ લેકમાં પૂજાય છે, જે પદાર્થોને જેવા છે તેવા રૂપે કહે છે, તે દેવ, અહંન કે પરમેશ્વર કહેવાય છે. (૪)
જો (માણસમાં) ચેતના-વિવેકબુદ્ધિ હોય તે (તેણે) આ ઉપર કહેલ દેવનું જ ધ્યાન કરવું જોઈએ, આની જ ઉપાસના કરવી જોઈએ અને આની જ આજ્ઞા સ્વીકારવી જોઈએ. (૫)
જે દેવે સ્ત્રી શસ્ત્ર, જપમાળા વગેરે રાગાદિક દેનાં ચિહ્નોથી કલંકિત છે (તથા) જેઓ નિગ્રહ-શાપ, અનુગ્રહવરદાન આપ્યા કરે છે, તેઓ મુક્તિ અપાવનાર થતા નથી.
નાટ્ય, અટ્ટહાસ્ય, સંગીતાદિ ઉપદ્રવોથી અસ્થિર-સમભાવ રહિત દે (પતાને) શરણે આવેલાં પ્રાણીઓને શાંતપદ –મક્ષ કેવી રીતે પ્રાપ્ત કરાવે? (૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org