________________
શબ્દોમાં આવી જાય છે. એ શબ્દો દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથાના દ્વિતીય ચરણમાં મળે છે. એ ત્રણ શબ્દ કેટલા વિશાળ, કેટલા સર્વગ્રાહી અને કેટલા અર્થ રહસ્યભરપૂર છે એને ખ્યાલ આ ગ્રંથ જેવાથી આવી શકશે. એ વાત જ્યારે બરાબર લક્ષ્યમાં આવશે ત્યારે આખા નીતિ વિભાગમાં જેને શાસ્ત્રકારોની નજરે કેટલી સૂક્ષ્મ અને વિશાળ છે, અને એમને માનસશાસ્ત્રને કેટલો ઊંડો અભ્યાસ છે એને પણ ખ્યાલ આવશે.
અન્ય પાઠશાળાઓમાં પણ આને ઉપગ થાય એ ઈષ્ટ છે. વાત એક જ છે કે આપણે વિદ્યાથીવર્ગ જેનધર્મનું –એના તત્ત્વજ્ઞાન તેમ જ આચારનું–રહસ્ય સમજે અને જેને વિશ્વબંધુત્વની ભાવના સમજી અને જીવી શકે છે એ વાતને સ્વીકાર કરે એટલે આપણો હેતુ કંઈક પાર પડ્યો એમ માની શકાય છે.
' આ પુસ્તક તૈયાર કરવામાં પંડિત શ્રી ખુશાલદાસે પાઠશુદ્ધિ તેમ જ અર્થનિર્ણય અંગે લીધેલ પ્રયાસની ખાસ નેંધ લેવામાં આવે છે. આ પ્રકારનું પ્રકાશન ઉપગી થશે તે ભવિષ્યમાં એ દિશામાં વધારે પ્રયાસ કરવાની સમિતિની ઈચ્છા છે. ખરો આધાર તે એના પર વિવેચન કરનાર અધ્યાપક ઉપર છે. એમને શાસ્ત્રબોધ હોય, પૃથક્કરણશક્તિ હોય અને વિદ્યાર્થીની વય, રુચિ અને પ્રહણશક્તિનું ધ્યાન હોય તો આવાં પ્રકાશને વિશેષ જિજ્ઞાસાનાં પ્રેરક બની શકે. જેનધર્મો ઉદ્ધે લ સંયમ અને ચારિત્રનું આમાં દેહન છે અને એની સફળતા એને ઉપયોગ કરવાની આવડત પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org