________________
૩૮ પતંજલિ કે જે એક મહાન યોગી હતા, જેમનું યોગશાસ્ત્ર લગભગ બે હજાર વર્ષોથી આજ સુધી એકસરખી રીતે માન્ય અને આધારભૂત થતું આવ્યું છે, તેમણે પિતે પિતાના ગ્રંથના વિભૂતિપાદ નામના ત્રીજા પાદમાં સૂત્ર ૧૮ થી ૨૫ સુધીનાં ૩૭ સૂત્રોમાં ગજન્ય અનેક વિભૂતિઓનું વર્ણન કરેલ છે. યેગથી પૂર્વજાતિસ્મરણ જ્ઞાન થાય છે, મનઃ૫ર્યાયજ્ઞાનની માફક બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે, અવધિજ્ઞાનની માફક સૂક્ષમ, વ્યવધાનવાળી અને ઘરની વસ્તુઓનું જ્ઞાન થાય છે, પરશરીરપ્રવેશ કરવાની શક્તિ સાંપડે છે, આકાશગમન તથા અણિમા, મહિમાદિ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે વગેરે વગેરે. પરંતુ તે સિદ્ધિઓ પણ પૂર્ણતા પ્રાપ્ત કરવા મથતા યોગીએ તજવાની છે. તેમાં અટવાઈ રહ્ય આરે નથી. હેમાચાર્યની માફક સર્વે સંતે કહે છે કે ઉક્ત સિદ્ધિઓ તો યેગવૃક્ષની કુંપળે જેવી છે અને તેનું ફળ મેક્ષ છે. રોગ જીવનમુક્ત થવા માટે છે, બીજી કોઈ પણ સિદ્ધિઓ કે લાલસા માટે નથી. દષ્ટાંતરૂપે ચાગને અનુભવ કરનાર સમર્થ સંતો અને વેગીઓ આ ભારતભૂમિ ઉપર અનેક થયેલ છે. ખુદ હેમચંદ્રાચાર્ય જ ભેગી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org