SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તેનું ધ્યેય તે રાગદ્વેષ અને મહિને ત્યાગ કરી સમભાવ પ્રકટાવી આત્માને પરિપૂર્ણ વિકાસ સાધવો એ છે. હવે સુખની આ બે કલ્પનામાં કઈ કલ્પના વિશેષ આદરણીય છે એને થડે વિચાર કરીએ. સામાન્ય રીતે મનુષ્ય તેમ જ મનુષ્યતર બધાં પ્રાણુઓમાં ઈન્દ્રિયસુખ માટેની ઝંખના મુખ્યપણે અને આત્મિક સુખ માટેની ઝંખના ગૌણ ભાવે દેખાય છે. પરંતુ માણસ પ્રાણઆલમમાં શ્રેષ્ઠ પ્રાણી છે. તેનામાં મનન કરવાની, જનાઓ ઘડવાની, સંઘબળ ઊભું કરવાની તેમ જ બીજાને પિતાના ઉપયોગમાં લેવાની અદ્વિતીય આવડત અને કળા રહેલી છે. તેથી તેણે સામ્રાજ્યવાદ, લેકશાસનવાદ કે સમાજવાદ જેવા વાદો ઇન્દ્રિયસુખની ઇમારત માટે ઊભા કરેલા છે. અલબત, આ બધા વાદે ઉત્તરોત્તર અધિકમાં અધિક માણસને અધિકમાં અધિક સુખ મળે એ દૃષ્ટિએ જ રચાયા છે, તેમાંને સમાજવાદ તે વૈયક્તિક સુખને સામૂહિક સુખની સરખામણમાં બહુ જ ઓછું મહત્ત્વ આપે છે; કારણ કે તે આર્થિક અસમાનતા દૂર કરવા ઉત્પન્ન થયેલ છે. તેનું માનવું એ છે કે સમાજની પ્રત્યેક વ્યક્તિને બીજાની માફક સુખ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. તે માટે રાજ્ય તેને બધી સગવડ આપવી જોઈએ. આમ વ્યક્તિગત લેભની તીવ્ર માત્રાને મારવા જ તે ઉત્પન્ન થયેલ છે. જોકે આ સિદ્ધાંત અધ્યાત્મવાદીઓના “વસુધૈવ કુટુથ જે ઉદાત્ત લાગે છે, પણ વાસ્તવિક રીતે તે ઈન્દ્રિયસુખની કલ્પના ઉપર રચાયેલ હેવાને કારણે સ્વાર્થ મૂલક છે. તે સિદ્ધાંતના વ્યાપક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy