________________
ચતુર્થ પ્રકાશ
અશરણભાવના इन्द्रोपेन्द्रादयोऽप्येते यन्मृत्योर्यान्ति गोचरम् । ગો ! તન્તજાતિ જ રાણઃ રાપરિપાન દ્દશ:
ઇન્દ્રો, ઉપેન્દ્રો વગેરે પણ જે મરણને શરણ થયા, તે મરણના ભય વખતે પ્રાણને કેણ શરણ આપી શકે એમ છે? (૬૧) पितुर्मातुः स्वसुर्धातुस्तनयानां च पश्यताम् । अत्राणो नीयते जन्तुः कर्मभिर्यमसद्मनि ॥६२।।
(સામે) જોઈ રહેલાં ભાઈ બહેન, માતા, પિતા, પુત્ર વગેરેની સહાયથી રહિત થઈ ગયેલ પ્રાણને પિતાનાં જ) કર્મ દળ યમદ્વારે ખેંચી જાય છે. (૬૨)
शोचन्ति स्वजनानन्तं नीयमानान् स्वकर्मभिः । नेष्यमाणं तु शोचन्ति नात्मानं मूढबुद्धयः ।।६३॥
પિતાનાં જ કર્મોથી મરણ પામતાં સ્વજનેને મૂઢ માણસે અફસેસ કરે છે, પણ તેઓ (તરત જ) મૃત્યુના મુખમાં મુકાના પિતાના આત્માને અફસેસ કરતા નથી. (૬૩)
संसारे दुःखदावाग्निज्वलज्ज्वालाकरालिते । बने मृगार्भकस्येव शरणं नास्ति देहिनः ॥६४॥
દાવાગ્નિના ભભકતા ભડકાથી વિકરાળ દેખાતા વનમાં જેમ મૃગના બચ્ચાનું કેઈ શરણ નથી, તેમ દુઃખરૂપી દાવાગ્નિની ઝળહળતી જ્વાળાથી ભયંકર (આ) સંસારમાં પ્રાણીનું કેઈ શરણ નથી. (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org