________________
ગશાસ્ત્ર છતાં તે ગર્ભોને ધ્યાનમાં ન લે તે ગર્ભથી
પ્રમાણનું ઉલ્લંઘન કર્યું કહેવાય. (૪) જનથી–અમુક ઘર અને અમુક ખેતરની સંખ્યા
નક્કી કરી હોય, પણ પાછળથી કેઈ ઘર કે ખેતર સાથે બીજા ઘર કે ખેતરનું જોડાણ કરી દઈ એક કરી લેવું તે રીતે પણ પ્રમાણતિક્રમને
અતિચાર સે કહેવાય. (૯૫) (૫) દાનથી—એક ચાતુર્માસ માટે કેઈએ સેના-ચાંદીની
મર્યાદા કરી હોય, પછી તેને રાજા તરફથી વા અન્ય કારણે મર્યાદાના પ્રમાણથી અધિક મળે ત્યારે “વ્રત પૂરું થયે પાછું લઈશ” એમ કહી બીજાને સાચવવા આપે તો મર્યાદાનું તે રીતે ઉલ્લંઘન કર્યું કહેવાય.
દિ વિરતિવતના અતિચારે स्मृत्यन्तर्धानमूर्ध्वाधस्तिर्यग्भागव्यतिक्रमः ।
क्षेत्रवृद्धिश्च पञ्चेति स्मृता दिग्विरतिव्रते ॥१६॥ (૧) ઋત્યંતર્ધાન–દિશાઓમાં જવા માટે કરેલ મર્યાદાને
વ્યાકુળતા, પ્રમાદ, મતિમંદતા વગેરે કારણે
ભૂલી જવી તે. (૨-૩-૪) ઊધ્ધધતિર્યગૃભાગવ્યતિક્રમ—ઊંચે જવાની, નીચે
જવાની અને તિરછા જવાની જે મર્યાદા બાંધી
હોય તેને બેકાળજીથી ઓળંગી જવી તે. . (૫) ક્ષેત્રવૃદ્ધિ–જરૂર પડે તેમ એક દિશાનું પ્રમાણ
ઘટાડી બીજી દિશામાં વધારી દેવું તે. (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org