SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮. ચોગશાસ शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया स्थितः । योऽनर्थदण्डस्तत्यागस्तृतीयं तु गुणवतम् ॥७४॥ શરીરાદિને કારણે થતા પાપકારી વ્યાપારને વિરોધી જે નિષ્કારણ વ્યાપાર તેને ત્યાગ, તે (“અનર્થદંડવિરમણ” નામનું) ત્રીજું ગુણવત. (તે અનર્થદંડ ચાર પ્રકારને છે.) (૧) આર્તા અને રૌદ્રધ્યાનરૂપ દુર્ગાન, (૨) પાપકર્મને ઉપદેશ, (૩) હિંસામાં મદદ કરનારાં (શસ્ત્રાદિ સાધનનું) દાન, તથા (૪) પ્રમાદાચરણ. (૭૩-૭૪) અપધ્યાન નિષેધ वैरिघातो नरेन्द्रत्वं पुरघाताग्निदीपने । खेचरखाद्यपध्यानं मुहूर्तात्परतस्त्यजेत् ॥७५॥ દુશ્મનો નાશ કરવાના, રાજાપણું પામવાના, શહેરના વિનાશના, દાવાનળ પ્રગટાવવાના, આકાશગમન કરવાના વગેરે પ્રકારના ચિતવનરૂપ અપધ્યાન (કદાચ મનમાં આવી જાય તે) મુહૂર્તવારમાં તજી દેવું. (૭૫) પાપપદેશ નિષેધ वृषभान् दमय, क्षेत्रं कृष, षण्ढय वाजिनः । दाक्षिण्याविषये पापोपदेशोऽयं न कल्पते ॥७६॥ દાક્ષિણ્ય-પુત્ર, ભાઈ ભાણેજ, ભત્રીજે વગેરે—ન હોય એવાને “વાછડાઓ પોટ', ખેતર ખેડ”, “ઘોડાઓને ખસીકર' વગેરે પ્રકારને પાપપદેશ આપવો શ્રાવકને વ્યાજબી નથી. (૭૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy