________________
ફુલચંદ હરિચંદ દોશી (મહુવાકર)
પરિચય
જન્મ-૧૩-૭–૧૮૯૮ મોટા ખુંટવડા. નાનપણ મહુવા મોસાળમાંભાવનગર જૈન બોર્ડિગ અને કૅલેજમાં સમાજ સેવા અને દેશપ્રેમની ભાવના જાગી. પંજાબમાં જૈન ગુરુકુળ માટે પૂ. આ. વિજય વલભસૂરિજીને પ્રાર્થના કરી. પાંજાબ જૈન ગુરુકુળ-ગુજરાનવાલા-પાટણ જૈન મંડળ છાત્રાલય–ચી. ન. વિદ્યાવિહાર અમદાવાદ–વીર તત્વ પ્રકાશક મંડળ આગ્રા-જૈન ગુરુકુળ પાલીતાણા ૨૦ વર્ષ. જૈન બાલાશ્રમ પાલીતાણામાં ગૃહપતિ તરીકે અને નિયામક તરીકે ૪૫ વર્ષ કામ કર્યું. ૪રમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ કોમર્શીયલ સ્કૂલ માટેની યોજના આપી. પછી તે ભાવનગર-નવસારી-મહુવામાં કોમર્સ સ્કૂલો કરાવી.
૬૩માં પૂર્વ આફ્રિકા-કેનિયા મામ્બાસામાં નૂતન જૈન મંદિરની પ્રતિષ્ઠા માટે સંઘના આમંત્રણથી જતાં-ત્યાંના શહેરોમાં જૈન ધર્મના વ્યાખ્યાન આપ્યાં. ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રેરણાના પીયુષ પાયા છે તેને આત્મસંતોષ છે. ૬૦ જેટલાં ગ્રંથે આલેખ્યા છે. નિબંધમાં પુરસ્કાર મળ્યા છે. પ્રસંગે પ્રસંગે વ્યાખ્યાનો આપ્યાં છે. પૂ. નાનાભાઈના ગૃહપતિ તાલીમ વર્ગમાં તાલીમ લીધી તે સ્મરણીય બની છે.
૧૯૭૫માં સૌ. કેશર સાથે લગ્ન. પાંચ પુત્રો અને એક પુત્રીપુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓને સુખી પરિવાર. મારા કાર્યોમાં કુટુંબ વત્સલા સેવાપ્રિય સૌ. કેશરે નેધપાત્ર ફાળો આપ્યો છે. ત્રણ ભાઈઓ અને ચાર બહેને સુખી છે. ૭૫માં જન્મ દિવસે ભાઈશ્રી કીર્તિભાઈએ કેશર કુલ ફાશન શરૂ કર્યું છે. ૮૩ વર્ષની ઉંમરે મહાવીર વિદ્યા વિહાર-ગૃહપતિ તાલીમ કેન્દ્ર અને જૈન સાહિત્ય પ્રકાશન કેન્દ્રના સ્વપ્ન સાકાર કરવા ભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org