________________
પરિશિષ્ટ : પરમાર ક્ષત્રિયના સૌથી પ્રથમ આચાર્ય
શ્રી ઈન્દ્રદિક્ષસૂરિજીની જીવનસૌરભ
સાલપુરા ગામના ભાઈ મોહનભાઈ ધર્મનિષ્ઠ શ્રી સેમચંદભાઈની પ્રેરણાથી જૈન ધર્મમાં જોડાયા. જૈન પાઠશાળામાં પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ અને ત્રણ ભાગ્ય શીખ્યા. દીક્ષાની ભાવના જાગી અને સં. ૧૯૮ના ફાગણ સુદ ૫ના ઠાઠમાઠથી દીક્ષા લીધી. તેમનું નામ મુનિ ઇંદ્રવિજયજી રાખવામાં આવ્યું. મહેન્દ્ર જન પંચાંગના પ્રણેતા આચાર્ય શ્રી વિકાસચંદ્રસૂરિજીના શિષ્ય જાહેર કરવામાં આવ્યા. સં. ૨૦૦૫ માં પૂ. આચાર્યશ્રી વિજયવલભસૂરિજીની સેવામાં આનંદ માન્યો. અહીં વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય વગેરેને અભ્યાસ કર્યો. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી પાસે ગદ્વહન કર્યા. સં. ૨૦૧૧માં ફાગણ વદ ૩ ના સુરત વડાચીટા ઉપાશ્રયમાં તેમને ગણિપદની પદવી આપવામાં આવી..
ગુરુદેવની આજ્ઞાથી વતનમાં આવ્યા. અનેક કુટુંબને વ્યસનમુક્ત કરી જૈનધમી બનાવ્યા. આ કાર્યમાં ઘણું કઠ વેઠવું. જાડા જુવારના રોટલાથી ચલાવ્યું. આજે તે વીસેક હજાર પરમાર ક્ષત્રિએ જૈનધર્મ પાલન કરી રહ્યા છે. વયેવૃદ્ધ શાંતમૂર્તિ સેવાના ભેખધારી મુનિપુંગવ શ્રી જીનભદ્રવિજયજી મહારાજ બેડેલીમાં પરમાર ક્ષત્રિયોના ઉદ્ધાર માટે વૃદ્ધાવસ્થા હોવા છતાં જીવનભર બેસી ગયા. બેડેલી મહાતીર્થ બની ગયું. મુનિરત્નશ્રી ઈન્દ્રવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org