________________
જિનશાસનરત્ન
ક્ષેત્રને ઉદ્ધાર કર્યો છે તેથી મને ખૂબ ખૂબ પ્રસન્નતા થઈ છે. તેઓ પંજાબ જઈ રહ્યા છે, એ પણ ગુરુદેવ ( ક્ષેત્રને પ્રેરણા આપવા માટે જાય છે. પણ પાછા આવીને બેડેલીના ઉદ્ધાર કરશે એવી મને શ્રદ્ધા છે. ૧૪ માર્ચના
જ આચાર્યશ્રીને વડોદરા પ્રવેશ કરવાને કાર્યક્રમ નિશ્ચિત થયેલ હઈ બેડેલીથી ડભાઈ પધાર્યા. સંઘે ભવ્ય સ્વાગત કર્યું. જૈન દહેરાસરનાં દર્શન કરી જૈન ઉપાશ્રયમાં ઊતર્યા. કિલા બહાર યશવાટિકામાં શ્રીમદ્ યશોવિજયજીની મૂર્તિનાં દર્શન કર્યા. અહીંની સ્થિરતામાં વ્યાખ્યાને આપ્યાં અને આચાર્યશ્રી પરિવાર સહિત વડેદરા પધાર્યા..
તીર્થદર્શન શત્રુંજયગિરિનો મહિમા અને ગૌરવ અનોખા અને અદ્વિતીય છે. આ ગિરિવરને એક એક પથ્થર અને તેની એક એક કેડી નામી-અનામી લાખ જયોતિધરના આમાના સ્પર્શથી સુવાસિત , બન્યા છે. અહીંની હવા માં કરોડે શુદ્ધાત્માના આનંદનાં ગીત ગુજયાં છે. અહીંના વાતાવરણમાં અસંખ્યાત મુનિવરોનાં મહામીન જાણ્યાં છે. દહેરાસરની એકએક ઈંટ અને એકએક જિનપ્રતિમામાં પવિત્ર શ્રમણ ભગવંતના દિવ્ય મંત્રોચાર રચાયા છે.
કુમારપાળ વિ. શાહ
Jain Education International
For Private & Personal Use Only
' WWW.jainelibrary.org