________________
૫૪૬
જિનશાસનન ગામે પધારતાં ત્યાંના સંઘે ઉમંગભેર સ્વાગત કર્યું. બે દિવસની સ્થિરતા દરમિયાન ૫. શ્રી વિજયજી વ્યા
ખ્યાન આપતા હતા. સુદ ૬ ના બર્ડયાગોયલ પધારી ત્યાં પણ વ્યાખ્યાનને લાભ આપે. ત્યાંથી નયાનગર પધારી સુદ ૮ ના જાવરા પધાર્યા. જાવરાસંઘે બેન્ડવાજા સહિત ભવ્ય સામૈયું કર્યું.
અહીં ત્રણ શૂઈનાં ઘણાં ઘરો છે. આચાર્યશ્રીની નિષ્પક્ષતા તથા સંપ્રદાયવાદને નહિ માનતા હોવાથી સંઘે ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. આચાર્ય વિજયેન્દ્રદિન્નસૂરિ આદિ ઠાણા ૭ બેહેલેથી વિહાર કરી લક્ષમણીતીર્થ થઈ આચાર્યશ્રીના દર્શનાર્થે પધાર્યા. તેઓને સાથે જ પ્રવેશ થયે. વ્યાખ્યાન હોલમાં આ વિજયેન્દ્રન્નિસૂરિ તથા પં. શ્રી જયવિજયજીએ વ્યાખ્યાન આપ્યું.
આ દિવસે સંક્રાન્તિપર્વ હેવાથી પંજાબ, લુધિયાના, બિકાનેર. ઈન્દોર, મુંબઈ આદિ બહારગામથી ભાઈબહેને આવ્યાં હતાં. તેઓને ઊતરવા-જમવાની સંઘે સુંદર વ્યવસ્થા કરી હતી.
સુદ ૯ ના સંક્રાન્તિપર્વ દિને સવારના નવથી વિધિ શરૂ થઈ. વિશાળ સંખ્યામાં જનમેદની ઊમટી આવી. આ. શ્રી વિજયેન્દ્રદિનસૂરિ, ૫, શ્રી જયવિજ્યજી તેમ જ ઈરાનિવાસી રતનચંદજી કોઠારી, શ્રી ફકીરચંદજી મહેતા અને અન્ય આગેવાનોએ મનનીય પ્રવચને કર્યા. હમેશાં રાત્રે જાહેર વ્યાખ્યાને પં. શ્રી જયવિજયજી આપતા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org