________________
જિનશાસનરત્ન
૫૪૩
સાવીશ્રી ફલશુશ્રીજી આદિ ઠા. ૧૮ પણ જોડાયા હતા. મુનિશ્રી અસ્થિરમુનિ સાથે આવ્યા હતા. આ ઉગ્ર તપસ્વી હતા અને પહેલાં મગની દાળ ને રોટલી લેતા હતા. પછી માત્ર રોટલી જ લેતા હતા.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથના દર્શન કરી આચાર્યશ્રી તથા પં. શ્રી જયવિજ્યજીએ તીર્થના મહિમા સંબંધી પ્રવચન આપ્યું હતું. બપોરના સંઘવી તથા સંઘવણે તીર્થમાળ પહેરી હતી. તેમ તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી પાર્શ્વનાથના જન્મકલ્યાણક (પષદશમી) નિમિત્તે અહીં પાંચ દિવસને ઓચ્છવ ઊજવવામાં આવ્યું હતું. સંક્રાતિ પર આવેલા મહેમાનોનું સંઘવી રીખવદાસજી સેની તરફથી સાધમી વાત્સલ્ય થયું હતું. તેમ જ બિકાનેરનિવાસી શ્રી સૂરજમલજી, શ્રી ગુલાબચંદજી કેચર તથા ઇદેરનિવાસી શ્રી રતનચંદજી કઠારી તરફથી પૂજા ભણાવવામાં આવી હતી.
પંજાબના દાનવીર શેઠશ્રી રતનચંદજી રાખવદાસજી. તથા સંક્રાંતિ પર આવેલ ભાઈ એ તરફથી નમિઉણ પૂજન ભણાવવામાં આવેલ. શેઠ વાડીલાલ ચત્રભુજ તરફથી સંઘજમણ થયેલ. વ્યાખ્યાન નિયમિત થતાં હતાં.
વ્યાખ્યાનમાં દશમીના રોજ મધ્યપ્રદેશના મિનિસ્ટર શ્રી અમૂલખચંદજી તથા રાજસ્થાનના મિનિસ્ટર શ્રી રામપ્રસાદજી પધારેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org