________________
જિનશાસનના
૫૩૭
ઉજજેન, બદનાવર આદિના ભાઈઓ તથા આસપાસનાં ગામનાં લગભગ ૨૫૦ ભાઈબહેને આવ્યાં. ઈંદેરથી શ્રી રતનચંદજી કઠારી, શ્રી લાલજી પટવા, શ્રી ફકીરચંદજી મહેતા, શ્રી કનકમલજી રાઠા અને શ્રી જીવરાજભાઈ કરી પણ આવ્યા હતા. માગશર શુદિ નવમી તા. ૧૫–૧૨–૭૨ શુક્રવારના રોજ મહીદપુરની બજારમાં સુંદર મંડપ ઊભે કરવામાં આવ્યે હતે.
પ્રથમ પન્યાસ શ્રી ન્યાયવિજયજીનું પ્રવચન થયું. શ્રી ફૂલચંદજી, સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી, આદર્શ ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજીનાં પ્રવચને થયાં. શ્રી રતનચંદજીએ ગુરુભકિતનું ભાવભર્યું ગીત સંભળાવ્યું. શ્રી આનંદીલાલજી છજલાની, શ્રી રતનચંદજી કેડારી, શ્રી ફકીરચંદજી મહેતા, શ્રી લાલજી પટવા, શ્રી માણેકચંદજી નવલખા આદિનાં મનનીય પ્રવચન થયાં. શ્રી શાંતિસ્વરૂપજીએ સંક્રાન્તિ ભજન સંભળાવ્યું. આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ પિતાના પ્રવચન કરતાં સંક્રાન્તિ શું છે ? પંજાબી ગુરુભકત દર સંક્રાતિ વખતે દેડી આવે છે અને વર્ષોથી આ મહોત્સવ ઊજવાય છે તે પંજાબી ભકતેની વિશેષતા છે. ગુરુદેવના દર્શનને લાભ મળે છે અને આત્મશાંતિને હૃદયમાં આવિર્ભાવ થાય છે. મુનિ નિત્યાનંદવિજયજીએ સંતિક, લgશાન્તિ, મોટી શાંતિ સંભળાવી. માંગલિકપૂર્વક ધન સંક્રાન્તિ માગશર માસની ગુરુદેવે સંભળાવી. જયનાદોથી સભા સંપૂર્ણ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org