________________
૫૨૮
જિનશાસનન.
૪. પ્રાકૃત અધ્યયનને માટે નીચેનાં શહેરોમાં સુવિધા છે.
૧. નાગપુર ૨. જબલપુર ૩. મુંબઈ ૪. અમદાવાદ, ૫. ઉદયપુર, ૬. વૈશાલી ૭. બેધિગયા ૮. કેહાપુર ૯. મસૂર ઈત્યાદિ શહેરોમાં વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃત વિષયને અભ્યાસ કરાવવામાં આવે છે.
આ માટે વિશેષ પત્રવ્યવહાર માટે પ્રે. ચંદ્ર પોતાનું શિરનામું આપ્યું છે. ડો. કે. આર. ચંદ્ર
સ્કૂલ ઓફ લેન્ગવેજિસ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯
આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ જણાવ્યું કે તમે કહે છે તેમ પાકૃત ભાષાની ઉપયોગિતા ઘણી છે અને દરેક વિદ્યાપીઠમાં તેની વ્યવસ્થા હોવી જોઈએ. જૈન સમાજમાં ઘણાં દ્રસ્ટે છે. આ ટ્રસ્ટોએ આ માટે ફાળે પણ આપવું જોઈએ. જ્યારે ભગવાન મહાવીરને ૨૫૦૦ મે નિર્વાણ મહત્સવ આવી રહ્યો છે ત્યારે પ્રાકૃત ભાષાના અધ્યયન અને સંશોધન માટે વિશેષ પ્રચાર થવો જોઈએ. અમારા ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ દીર્ઘદ્રષ્ટા હતા. તેમણે વિશ્વવિદ્યાવિહાર માટે ઘણા સમય પહેલાં પિતાનો સંદેશ આપે હતા અને તેમની ભાવના આ વિશ્વવિદ્યાવિહારમાં પ્રાકૃત ભાષા ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, જૈન કલા, જૈન ઈતિહાસ અને જૈન સ્થાપત્યને અભ્યાસ થાય અને સમાજને થોડા વિદ્વાને મળે તે છે. આ ભાવના પૂરી કરવાની અમારી ફરજ અમે ભૂલ્યા નથી. તમારી સૂચનાઓ માટે ધન્યવાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org