________________
પર
જિનશાસનરત્ન
મહારાજને પણ અતિથિવિશેષ તરીકે નિયુક્ત કરેલ છે તે તેમને પણ તમે વિનતિ કરવાનું ભૂલશો નહિ. આ સિવાય વિદુષી સાધ્વી શ્રી મૃગાવતીશ્રી તથા આચાર્ય શ્રી ઈન્દ્રદિન્તસૂરિજીને પણ દિલ્હી પહોંચવા માટે આગ્રહ ભરી વિનંતિ કરવી જોઈએ. ઉપાધ્યાયશ્રી પ્રકાશવિજયજી(આચાર્ય)નો પણ ખ્યાલ કરશે. ભાગ્યશાળીઓ, મારી સામે એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. આગામી ચાતુર્માસ માટે વડોદરાની ભાવભરી વિનંતિ છે. ત્યાં અનુગાચાર્ય વયેવૃદ્ધ પન્યાસજીને પણ મળવાની ભાવના છે. ચાતુર્માસ વડેદરા કરવા ભાવના છે. પછી તે જેવી ક્ષેત્ર સ્પર્શન. માંગલિક પછી સંતિકર, લઘુશાંતિ તથા મેટી શાંતિ બાલમુનિ નિત્યાનંદવિજયે સંભળાવી. તુલા સંક્રાન્તિનું નામ સંભળાવ્યું. જયનાદોથી સભા ગુંજી ઊઠી. ઓળીની આરાધના સુંદર થઈ. મંદિરમાં પૂજા ભણાવવામાં આવી. શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે શ્રીપાલરાસ વાંચી સંભળાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org