________________
૪૯૦
જિનશાસનરત્ન
પ્રેમપૂર્વક વાર્તાલાપ થયે. ગુરુદેવ આચાર્ય ભગવંતને યાદ કર્યા.
ગુરુદેવે તેમણે સ્થાપેલી વિદ્યાપીઠને આશીર્વાદ આપ્યા
હતા.
તા. ૨-૨–૭૨ બુધવારના જુનેર પધાર્યા. નગરપાલિકાએ બૅન્ડવાજા સાથે સામૈયું કર્યું. ભગવાનનાં દર્શન કરી ઉપાશ્રયમાં પધાર્યા. પ્રતિમાજી પ્રાચીન અને ભવ્ય છે.
અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં ભગવાન મહાવીરનાં કલાત્મક ચિત્ર જોઈ આનંદ થયો. રાત્રિના આદર્શ ગુરુ ભકત શ્રી વલભદત્તવિજયજી મહારાજનું પ્રવચન થયું. જૈન-જૈનેતરેએ સારી સંખ્યામાં પ્રવચનને લાભ લીધે. મંદિર પાસે મહારાષ્ટ્ર જૈન વિદ્યા ભવન આવેલું છે. ૧૦૦ વિદ્યાર્થીઓ લાભ લે છે. સાધારણ સ્થિતિના ૬૦ વિઘાર્થીઓ કી રહે છે. આ વિદ્યા ભવન માટે નૂતન મકાન બે અઢી લાખના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે.
સવારના વ્યાખ્યાનમાં સંઘનાં ભાઈબહેનોએ સારો લાભ લીધે. સરકારી હાઈસ્કૂલમાં પન્યાસ જયવિજયજીનું વ્યાખ્યાન થયું. દશમીના દિવસે મુસ્લિમ હાઈસ્કૂલના અધિકારી વ્યાખ્યાન માટે વિનતિ કરવા આવ્યા. આદર્શ ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજી તથા પંન્યાસ શ્રી જયવિજયજીએ બાળકોને હિંસા ન કરવા તથા ખુદાએ બતાવેલ આજ્ઞાનું પાલન કરવા તથા કુરાન શીખી લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org