________________
જિનશાસનના
૪૫૮
શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્ર સૂરીશ્વરજી મહારાજ તથા તેમના આદેશવતી અનેક સાધુગણુના ચાતુર્માસથી પૂના શહેર પુણ્યનગરી બની ગઈ હતી. ધર્મનાં અનેક અનુષ્ઠાન થઈ રહ્યાં હતાં.
પર્વાધિરાજ પર્યુષણ સુંદર ધાર્મિક વાતાવરણમાં ઊજવાયાં. પર્વારાધાના હેતુથી વલ્લભદત્તવિજ્યજી મહારાજ તથા શ્રી દીપવિજ્યજી મહારાજ સોલાપુર બજાર પધાર્યા હતા. પંન્યાસ જયવિજયજી મહારાજ અને શ્રી જયશેખરવિજ્યજી ભવાની પિઠમાં, મુનિ વસંતવિજય તથા મુનિ શાતિવિજયજી શિવાનગરમાં, શ્રી પદ્મવિજયજી તથા શ્રી હર્ષદવિજયજી પિરવાળ જૈન ધર્મશાળામાં, બાલમુનિ જયાનંદવિજય, મુનિ ધર્મધુરંધરવિજયજી તથા મુનિ નિત્યાનંદવિજયજી ત્રણે બંધુવર બુધવાર પેઠમાં પર્યુષણ પર્વ માટે ગયા હતા.
પૂજા પ્રભાવના, ચિત્યપરિપાટી, રથયાત્રા વગેરે આનંદઉલ્લાસપૂર્વક થયા. આઠાઈ, દસ, અગિયાર અને સોળ ઉપવાસની તપસ્યાઓ થઈ. પર્વઆરાધનાને માટે મુંબઈથી શેઠ ફૂલચંદભાઈ શામજીભાઈ આદિ તથા રાજસ્થાન આદિના અનેક ભાઈ આવ્યા હતા. ગુરુદેવની પાસે ૭૦૦ વર્ષ પુરાણી સુવર્ણ અક્ષરોમાં અંકિત કલ્પસૂત્ર(બારસા)ની પ્રત છે. બ્રહાચર્ય આદિ વ્રત ધારણ કરી ભક્તોએ તેનાં દર્શન કર્યા. ૨૪-૮-૭૧ ધામધૂમપૂર્વક વરઘોડે નીકળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org