________________
જિનશાસનરાન
૪૫૫ મુનિભૂષણ શ્રી વલ્લભદત્તવિજ્યજી મહારાજે દાદા- ગુરુ દ્વારા રચિત ગ્રંથને મહિમા દર્શાવ્યું હતું.
શ્રી નારાયણ સોલંકીએ સ્વરચિત કવિતા ગાઈ સંભળાવી હતી. (પંન્યાસ) શ્રી જયવિજ્યજી, મુનિશ્રી પદ્યવિજયજી, પંન્યાસશ્રી ન્યાયવિજયજી આદિએ ગુરુદેવના ગુણાનુવાદ પ્રસ્તુત કર્યા હતા. આપણું ચરિત્રનાયક ગુરુરાજે જણાવ્યું કે દાદાગુરુ દીર્ઘદર્શી હતા. શ્રી વલ્લભગુરુવરને સંઘરક્ષાની જવાબદારી સેંપીને તેમણે અપ્રતિમ ભવિષ્યદર્શિતાનું અનુપમ કાર્ય કર્યું હતું. પૂનામાં રાયણવૃક્ષ નીચે પ્રભુપ્રતિમા બિરાજમાન છે તે આપણું શ્રી વલ્લભગુરુવરની પ્રેરણાનું પરિણામ છે.
પૂનામાં સુંદર ઉપાશ્રય છે. હવે ગુરુદેવના નામના વિદ્યાલયની સ્થાપના થાય તે હજારે બાળકને જ્ઞાનને લાભ મળે અને એ ધર્મના રક્ષક બની રહે. તા. ૪–૬–૭૧ ના રાજસ્થાનના સાદડી સંઘનો તાર આવ્યે કે જૈન પંચાંગ પ્રણેતા આચાર્યશ્રી વિકાસચંદ્રસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા છે. પૂના શ્રીસંઘ સાથે દેવવંદન કર્યું. શાકદર્શક સભા કરીને સ્વર્ગસ્થ આચાર્યના આત્માની ચિર શાંતિ માટે પ્રાર્થના કરી. ગુરુદેવે દેવવન્દનાદિ શાસ્ત્રવિહિત ક્રિયાઓ કરી.
તા. ૫-૬-૭૧ ના રોજ માણસાનિવાસી શ્રી કેશવલાલ લલુભાઈની તરફથી પિતાની પૂજય માતાજી વીજીબાઈના આત્મકલ્યાણ અર્થે અહીના મંદિરમાં પંજાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org