________________
જિનશાસનન
વિજયજી, મુનિ બલવંતવિજયજી, મુનિશ્રી જિતેન્દ્રવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી, મુનિશ્રી ન્યાયવિજયજી (પન્યાસ), મુનિશ્રી જનકવિજયજી તથા મુનિશ્રી વિજયમુનિએ પિતાની શ્રદ્ધાનાં પુપે અર્પિત કર્યા.
ત્યાર પછી આત્માનંદ જૈન મહાસભાના પ્રધાન લાલા રતનલાલજી જૈન એમ. પી, શ્રી રામરતનજી કચર, શ્રી ચીમનલાલ ચકુભાઇ, શ્રી દુર્લભજી ખેતાણી, શ્રી વિજય સેનજી, શ્રી માણેકલાલજી નવલખા આદિ મહાનુભાવોએ શતાબ્દીની મહત્તા તથા નિર્ધારિત કાર્યોની મહત્તાની ભૂરિભૂરિ પ્રશંસા કરી હતી.
શ્રી પંજાબ જૈન સંઘના આગેવાનોએ પરમપૂજય વલ્લભ પટધર ૧૦૦૮ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને પંજાબ પધારવા ભક્તિપૂર્ણ વિનંતી કરી હતી. શ્રી શાંતિલાલ મગનલાલ શાહે શતાબ્દી ઉત્સવની ફલશ્રુતિરૂપ એક મહત્વપૂર્ણ ઘેષ જાહેર કરી કે જૈન સમાજના મધ્યમ વર્ગને ભાઈઓને માટે એક હજાર મકાન બનાવી શકાય એવા મહાવીરનગરની જનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે પૂર્ણ પ્રયાસ થઈ રહ્યા છે. સફળતાનાં કિરણે ચમકી રહ્યાં છે. કાંદીવલીમાં અનુકૂળ જગ્યા વેચાણ લેવાની વાતચીત ચાલી રહી છે. આ આનંદપ્રદ સમાચારથી સભામાં આનંદની લહેર લહેરાશું. આપણું ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરિજીએ આ મહાવીરનગરની જના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org