________________
૪ ૩૪
જિનશાસનન
જીવરાજજી ચૌહાણ, વરાણા વિદ્યાલયની તરફથી શ્રી પારસમલજી, ઉત્તરપ્રદેશ જૈન સભાના મંત્રી શ્રી ખરાતીલાલજી, લુધિયાનાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ લાલા ધરમપાલજી એસવાલ, જયપુરના શ્રી હીરાચંદજી જૈન વગેરેએ આપણું શતાબ્દીનાયક ગુરુદેવને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી હતી.
સ્થાનકવાસી સંઘનાં સાધ્વી મહાસતી શ્રી વિનોદિની બાઈ, સાધ્વીશ્રી નયપ્રજ્ઞાશ્રી, સાધ્વીશ્રી મુકિતશ્રીજી બે આચાર્ય મહારાજના ગુણેનું વિવેચન કરી શ્રદ્ધાનાં સુમન ચડાવ્યાં.
આ પછી આચાર્ય ભગવાનના જીવનવિષયક પ્રકાશિત નીચેનાં પુસ્તકેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ રચિત “સમદશી આચાર્ય” પુસ્તકનું ઉદ્ઘાટન શ્રી ફૂલચંદભાઈ શામજીનાં કરકમલેથી થયું હતું.
ફાલના કોલેજના વાઈસ પ્રિન્સિપાલ શ્રી જવાહરચંદ પટણી રચિત અંગ્રેજી જીવનચરિત્ર “The life of a saint”નું ઉદ્ઘાટન મણિલાલ ચુનીલાલ ભણશાળીનાં કરકમલેથી થયું હતું.
આગ્રાથી પ્રકાશિત શ્રી વલ્લભ-શતાબ્દી સમારિકા તથા શ્રી મગરાજજી “ચ દ્ર” દ્વારા રચિત પુસ્તક “સુમનાં. જલિ” એ બને આપણા ચરિત્રનાયક આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીને અર્પણ કરવામાં આવ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org