________________
૪૩૨
જિનશાસનરત્ન
મંડળીઓ ભક્તિરસ પ્રવાહિત કરી રહી હતી. શતાબ્દીના જુલૂસમાં પંજાબી ભાઈએાએ આ પ્રસંગ પર તૈયાર કરેલ સિક્કાઓ ઉછાળવામાં આવ્યા હતા.
મરુધર બાલિકા વિદ્યાલયની બાલિકાઓનાં ભકિતગીતને નૃત્યકલાથી લેકનાં મનમયૂર નાચી ઊઠયા હતા.
આ જુલુસ ગુલાલવાડી, સી. પી. ટેન્ડ, લાલબાગ, ભૂલેશ્વર, પાયધૂની, મુંબાદેવી, ઝવેરીબજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, ધોબીતલાવ થઈને લગભગ સાંજના છ વાગ્યે ક્રોસ મેદાન વલભનગરમાં પહોંચ્યું હતું. આ જુલૂસનું દૃશ્ય ભવ્ય અને અવિસ્મરણીય હતું.
રાત્રિના શ્રીયુત્ર રમણલાલ વાડીલાલ શાહની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ થયા હતા. પંજાબ, રાજસ્થાનની ભજનમંડળીઓનાં ભજન, ગુજરાતી ગરબા, નૃત્ય નાટિકા, કીર્તન, ડાંડિયારાસ આદિ મનોરંજન કાર્યક્રમોથી મુંબઈના હજારો લેકે ભક્તિરસમાં નિમગ્ન થઈ ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org