________________
૪ર૪.
જિનશાસનન
હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા હજારોની મેદની રાત્રિના ૧૧-૧૨ વાગ્યા સુધી હાજર રહીને આનંદ માણતી હતી. - ગુરુ ગુણાનુવાદની તથા ગુરુ-wણ અદા કરવાની તેઓની ભાવના પ્રશંસનીય હતી, અવર્ણનીય બની ગઈ હતી.
સમારોહની સભાઓનું સંચાલન પરમ ગુરુભક્ત. અદ્વિતીય વ્યવસ્થાનિપુણ શ્રી ખીમજીભાઈ છેડા તથા શ્રી જયંતીલાલ રતનચંદ શાહ કરી રહ્યા હતા. મનોરંજન કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રાણલાલભાઈ કાનજીભાઈ દેશી તથા શ્રી મદનલાલ ઠાકરદાસ કુશળતાપૂર્વક કરી રહ્યા હતા. આનંદમંગળની વર્ષા થઈ રહી હતી. મહમયી નગરીની પૃથ્વી પુલકિત થઈ રહી હતી. હવા સૌરભમવી હતી.
શતાબદી સમારોહના પ્રારંભમાં શતાબ્દીનાયક, ત્રિભુવન વલભગુરુ મહારાજના ચિત્ર, પદક, ચાંદીના સિક્કા, પ્લાસ્ટિકના બિલા વહેચવામાં આવ્યા હતા. ચાંદીના સિકકા લાલા શ્રી રતનચંદ રિખવદાસ દિલ્હીનિવાસીએ તૈયાર કરાવ્યા હતા. એ સિકકા મનમેહક અને ભકિતના પ્રતીક હતા. શ્રી રતનચંદજી હજી ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણુ મહત્સવ ઉપર સિક્કા તૈયાર કરીને શાસનહિતૈષી અને પ્રભુભક્તોમાં વિતરણ કરીને એક ફંડ કરવા ઈચ્છા રાખે છે. તેમની ભાવના છે કે પિતાના જીવનમાં ગુરુવલ્લભ સાધર્મિક સહાયતા ફંડ તથા ગુરુદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org