________________
( ૪૦૨
જિનશાસનરત્ન
વ્યવસાય દ્વારા અર્થલાભની ઉત્કૃષ્ટ સંભાવનાઓને સહજ રીતે સંયમિત કરીને તેમણે દિલ્હીને ત્યાગ કર્યો. અને તીર્થધામ હસ્તિનાપુરના બાલાશ્રમમાં કર્મઠ કાર્ય. કર્તા બની ગયા. પરિશ્રમપૂર્વક મેળવેલી પિતાની લક્ષ્મી હસ્તિનાપુરના બાલાશ્રમ તથા મંદિરને માટે સમર્પિત કરી દીધી.
આમ નિશ્ચિત બનીને ત્યાગ અને તપશ્ચર્યાના માર્ગને અપનાવી ભાઈ ચીમનલાલે ઉપધાન તપ કર્યું તથા અનેક અઠ્ઠાઈઓ કરી.
ભાઈ ચીમનલાલમાં વૈરાગ્યની ભાવના તેમના પ્રારંભિક જીવનકાળમાં જ પ્રગટિત થઈ ચૂકી હતી. એક વાર ભાઈ ચીમનલાલ સનાતની સાધુ બનીને શાન્તિની શોધમાં નગરાજ હિમાલયની ગાદમાં લગભગ ૨૦ દિવસ સુધી ભ્રમણ કરતા રહ્યા.
નિરંતર ચિંતન દ્વારા ભાઈ ચીમનભાઈને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.
ક્ષણભંગુર સાંસારિક સુખેને ત્યાગીને અત્યંતર અભ્યસ્થાનની અભિલાષા તેમના મનમાં જાગૃત અને વિકસિત થઈ તથા પિતાના સંસર્ગ દ્વારા ભાઈ ચીમનલાલે પિતાનાં નાનાં બાલુડાંઓ સહિત આખા પરિવારને વૈરાગ્યમય બનાવી દીધું. તેઓ પોતાના પરિવાર સહિત મેહમાયાથી નિવૃત્ત થઈને કઠણ સાધનાના પથ પર ચાલી નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org